________________
૧૩૬
સંયમની વિધાયકદ્રષ્ટી
એક એવો અવાજ છે, જે બહારથી આવતો નથી, પરંતુ ભીતરમાંથી પેદા થાય છે. થોડા જ વખતમાં એક સન્નાટાનો અવાજ તમને સંભળાશે, જે ક્યારેક કોઈ નિર્જન વનમાં સાંભળ્યો હોય. એક વાર એ અવાજ સંભળાઈ ગયો, તો પછી તમે ઘોંઘાટભર્યા બજારમાં પણ એ સાંભળવા સમર્થ બની જશો. સાચી વાત તો એ છે કે જંગલમાં સન્નાટાનો જે અવાજ સંભળાય છે તે, જંગલનો નથી હોતો, પરંતુ બહારના બીજા અવાજો બંધ થઈ જતાં, તમારા ભીતરના અવાજનું પ્રતિફલન એ સન્નાટાનો અવાજ છે. એ સાંભળી શકાય છે. એના માટે જંગલમાં જવાની જરૂર નથી. તમારા બન્ને કાન, બે હાથની આંગળીથી બંધ કરી દેશો તો બહારના બધા અવાજ બંધ થઈ જશે અને ભીતરમાં નાના નાના જીવડાં કે તમરાંના જેવો અવાજ સંભળાશે. આ પહેલી પ્રતીતિ છે તમારા ભીતરના અવાજની. જેવી આ સન્નાટાના અવાજની પ્રતીતિ થઈ જશે કે તુરત બહારના અવાજમાં તમારો રસ આછો થઈ જશે. આ ભીતરનું સંગીત તમારા રસને પકડવાનું શરૂ કરશે. થોડા દિવસો પછી જે પહેલાં માત્ર સન્નાટા વો ભીતરી અવાજ સંભળાતો હતો તે સધન બનશે અને એક નવું જ રૂપ ધારણ કરશે. એ સન્નાટો ધીમેધીમે સોડહં' જેવો લાગશો. જે દિવસે એ અવાજ “સોડહં જેવો પ્રતીત થશે તે દિવસથી બહારનાં વાઘોથી પેદા થતું કોઈ ગીત કે સંગીત એ અવાજનો મુકાબલો નહીં કરી શકે. તમારી અંતરની વીણાનું સંગીત તમારી પકડમાં આવવાનું શરૂ થઈ ગયું છે. હવે તમારે તમારા કાનના રસને રોકવો નહીં પડે. પછી હું સિતાર નહીં સાંભળું, કે હવે હું સિતારનો ત્યાગ કરું છું” એમ કહેવાની જરૂર નહીં રહે. નહીં, હવે કાંઈ છોડવાની જરૂર નથી. તમને અચાનક સમજાશે કે કોઈ અલગ ઉચ્ચતર, વિરાટ, ગહન સંગીતની તમને પ્રાપ્તિ થઈ છે. હવે તમે સિતાર સાંભળતાં પણ આ જ સંગીત સાંભળશો, ત્યારે કોઈ વિરોધ કે વિપરીત નહીં રહે, ત્યારે બહારનું સંગીત ભીતરના સંગીતનો એક ફીક્કો પ્રતિધ્વનિ બની રહી જશે. વિરોધનહી રહે, પરંતુ આછો પ્રતિધ્વનિ રહી જશે. ત્યારે તમારામાં એક અખંડ વ્યક્તિત્વ પેદા થશે, જે બહાર અને ભીતર વચ્ચે કોઈ અંતર ઊભું નહીં કરે. એક ઘડી એવી આવે છે જ્યારે આપણે જેમજેમ ભીતરમાં ઊતરતા જઈએ છીએ, તેમતેમ બહાર અને ભીતર વચ્ચેનો ભેદ તિરોહિત થઈ જાય છે. એક ઘડી એવી આવે છે જ્યારે બધું એકાકાર થઈ જાય છે. બહાર અને ભીતર વચ્ચેની દીવાલ તૂટી પડે છે અને જે બહાર છે તે ભીલર રહે છે અને જે ભીતર છે તે બહાર છે એવો અનુભવ થવા લાગે છે. એ ઘડીએ અને એ દિવસે તમે એક એવું સંતુલન પ્રાપ્ત કરશો, જ્યાં બધું “સમ” થવા લાગશે; જ્યાં બધું સ્થિર, શાંત, મૌન બની જશે; જ્યાં કોઈ હલન-ચલન, ભાગદોડ, કંપન વગેરે નહીં રહે. કોઈ પણ ઈન્દ્રીયથી આ પ્રયોગ શરૂ કરો અને ભીતર તરફ આગળ વધતા ચાલો. થોડો વખતમાં તે ઇન્દ્રીય તમારા ભીતર સાથે તમને જોડી દેશે. આંખથી જોવાનું શરૂ કરો. પછી આંખ બંધ કરો. બહારનાં દશ્ય દેખાય તે જોતા રહો, લડશો નહીં, પછી ધીમે ધીમે એવાં દ્રશ્ય