SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમની વિધાયકદ્રષ્ટી અખંડ વ્યક્તિત્વ, INTEGRATED, ઐક્યસભર, કેવી રીતે બને તેની સલાહ આપે. સંયમનો અર્થ જ છે. INTEGRATED સંગઠિત એકત્ર પામેલું વ્યક્તિત્વ. ૧૩૪ એક બીજી સમજવા જેવી વાત છે. જો આપણે જૂઠું બોલીશું તો આપણે અખંડ નહીં રહી શકીએ, આપણે વિભાજિત થઇ જઇશું, કારણકે જ્યારે પણ આપણે જૂઠું બોલીએ છીએ, ત્યારે તે જ ક્ષણે, આપણા અંતરનો એક હિસ્સો સદૈવ હાજર હોય છે, જે ઠપકો આપે છે, ને કહે છે કે જૂઠું બોલવું જોઇતું ન હતું. જૂઠાપણા સાથે કોઇ પણ માણસ પૂરેપૂરો રાજી રહી શકતો નથી. જો તમે ચોરી કરશો તો તમે ક્યારેય અખંડ નહીં રહી શકો. તમારા અંતરનો એક હિસ્સો ચોરી સામે વિરોધ ઉઠાવ્યા કરશે. પરંતુ જો તમે સત્ય બોલશો તો અખંડ રહી શકશો. આપણે જે ચીજો વડે અખંડ રહી શકીએ તેને મહાવીરે પુણ્ય કહ્યું છે; જેનાથી આપણે ખંડિત થઇ જઇએ તેને પાપ કહ્યું છે. અનેક ટુકડામાં વિભાજન થવું એનું નામ પાપ છે. માણસનું એકત્ર, સંગઠિત થઇ જવું, એકઠા થઇ જવું ‘to be one’,એનું નામ પુણ્ય છે. ન એટલે મહાવીર લડવાની સલાહ તો આપી જ ન શકે; મહાવીર જીતવાનું જરૂર કહી શકે. જીતવાનો રસ્તો જુદો છે. હું મારી ઇન્દ્રીયો સાથે લડવા માડું એ જીતવાનો રસ્તો નથી. પરંતુ હું મારા અતીન્દ્રીય સ્વરૂપની શોધમાં ડૂબી જાઉં, એ જીતવાનો રસ્તો છે. મારી ભીતર જે છૂપા ખજાના છે તેની શોધમાં સંલગ્ન થઇ જાઉં, એ જીતવાનો રસ્તો છે. જેમ જેમ એ ખજાના હાથ લાગતા જશે તેમ તેમ ગઇ કાલ સુધી જે મહત્ત્વપૂર્ણ હતું, તે બધું મહત્ત્વ વગરનું થઇ જશે. જે ગઇ કાલ સુધી આપણને ખેંચ્યા કરતું હતું તે હવે ખેંચતું નથી. ગઇ કાલ સુધી જે મન બહાર ભટક્યા કરતું હતું, તે હવે ભીતરમાં ગતિ કરી રહ્યું છે. એક ઉદાહરણ લઇને આ વાત સમજીએ. એક માણસ જે ભોજન માટે આતુર છે, જેને ભોજનમાં બહુ રસ છે અને જે ભોજન વિના તલસે છે એને સંયમની સલાહ આપો તો એ શું કરે ? એ રસનો નિગ્રહ કરે છે. એક પછી એક ભોજનના રસ છોડે ! પરંતુ ભોજનના પરિત્યાગથી રસનો પરિત્યાગ થશે ? ભોજનના પરિત્યાગથી પ્રથમ તો એમાં રસ વધુ પેદા થશે એવો જ સંભવ છે. એ ખરેખર ભોજન ન કરવાની જીદ પકડે, તો ધીમેધીમે રસ કુંઠિત થઈ જાય, પરંતુ રસથી મુક્ત નહીં થઇ શકે. આ કુંઠિત રસ, વ્યક્તિમાં અનેક ગાંઠો પેદા કરશે. જે વ્યક્તિ ભોજન કરવાની વાતથી ભયભીત બને છે, તે અભયને કેવી રીતે પામશે. એ ક્યારેય નિર્ભય વ્યક્તિ બનશે ? ભોજન સાથેની આવી દુશ્મની સંયમ નથી. પરંતુ જે વ્યક્તિ બહારના રસના પાગલપણામાંથી મુક્ત થઇ જશે, તેને મહાવીર સંયમી કહેશે. મહાવીરે પોતાના અંતરતમમાં એક રસને ખોળી લીધો છે, એવો રસ જે ભોજનમાંથી નથી મળતો. પરંતુ એક બીજો આંતરિક રસ, જે ભીતર સાથે સંબંધ બંધાતા મળે છે. આપણી બહાર જેટલી ઇન્દ્રીયો છે તે બરાબર સમજીએ તો તે માત્ર આપણને જોડનાર કડીઓ છે, સેતુ છે એમ જણાશે. આપણી સ્વાદેન્દ્રીય આપણને ભોજન સાથે જોડે છે, આપણા કાન આપણને ધ્વનિ સાથે જોડે છે. મહાવીરની
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy