________________
૭. સંયમની વિધાયક દ્રષ્ટી
સૂર્યોદય સમયે કોઇ કળી પોતાની પાંખડીઓ ઉઘાડી નાખે એવો પ્રફુલ્લ છે સંયમ. સૂર્યાસ્ત સમયે પુષ્પ પોતાની પાંખડીઓ બંધ કરી લે એવો સંયમ નથી. સંયમ મૃત્યુ સમયે સંકોચાઇ ગયેલા ચિત્તની રોગી અવસ્થા નથી. સંયમ તો અમૃતની વર્ષામાં પ્રફુલ્લિત થઇ નાચતા ચિત્તની અવસ્થા છે. કોઇ ભયને કારણે ઊભા થયેલા સંકોચનું નામ સંયમ નથી. કોઇ પ્રલોભનમાંથી પેદા થયેલી આદતનું નામ પણ સંયમ નથી. સંયમ તો અભયને કારણે પેદા થયેલો ચિત્તનો ફેલાવ અને વિસ્તાર છે. સંયમ કોઇ આનંદની ઉપલબ્ધિની ક્ષણોમાં અંર્તવીણા પર ગુંજતું સંગીત છે. સંયમ નિષેધ માનીને ચાલે છે, કારણકે કોઇ પણ વાતનો નિષેધ કરવો બહુ સહેલો છે, પરંતુ એનો વિધેયાત્મક અમલ કરવો મુશ્કેલ છે. મરવું બહુ સહેલું છે. જીવવું મુશ્કેલ છે. પરંતુ આપણે જેને જીવવું કહીએ છીએ તે મૃત્યુથી વધારે કાંઇ નથી.
સંકોચાઇ જવું બહુ સહેલું છે. ખીલવું મુશ્કેલ છે, કારણ ખીલવામાં અંતર ઊર્જાના જાગરણની જરૂર છે. સંકોચાવામાં તો કોઇ જાગરણની જરૂર નથી, કોઇ શક્તિની જરૂર નથી. જે કાંઇ શક્તિ છે તે ઓછી થઇ જાય તો સંકોચાવાનું આપોઆપ બને છે. નવી શક્તિ પેદા થયા કરે, ત્યારે ફેલાવ અને વિસ્તાર વધે છે. મહાવીર તો એક ફૂલસરખું ખીલેલું વ્યક્તિત્વ છે. પરંતુ મહાવીરની પાછળ પરંપરા ઊભી થઇ, તેમાં તો સંકોચાઇ ગયેલી ઊર્જાવાળા માણસોની સાંકળ બની ગઇ છે. એટલ મહાવીર પછીના સમયમાં, એમની પાછળ સંકોચાઇ ગયેલા માણસોની ચાલતી હારમાળા જોઇને આપણે મહાવીર વિષે પણ નિર્ણય લેવાની ભૂલ કરીએ છીએ. મહાવીરનું અનુગમન કરનાર લોકો જોઇને જ સાધારણ રીતે આપણે મહાવીર વિષે અનુમાન કરવા પ્રેરાઇએ છીએ.
પરંતુ એમાં બહુ મોટી ભૂલ થઇ જાય છે. અનુયાયી બહારના દેખાવને પકડે છે તેથી ભૂલ થાય