SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર “સંયમ એટલે મધ્યમાં રહેવું તે એટલો જ કોઈ સ્ત્રીને એ વાતમાંરસ આવે છે કે કોઈ પુરુષને એબળાત્કાર કરવાની હાલતમાં લાવી મૂકે. કિર્કગાર્ડે એક અદ્ભુત પુસ્તક લખ્યું છે, “Diary of Seducer એક વ્યભિચારીની ડાયરી, કિર્કગાર્ડ એમાં લખ્યું કે, હું માનતો હતો કે વ્યભિચારીની જે ડાયરી હું લખી રહ્યો છું તે માત્ર એક કાલ્પનિક વાર્તા છે. પરંતુ છેલ્લે, એ વ્યભિચારી પોતાના જીવનનાં અંતમાં નોંધ કરે છે કે હું મોટી ભૂલ કરી રહ્યો હતો. હું એમ સમજતો હતો કે હું સ્ત્રીઓને વ્યભિચાર માટે રાજી કરતો હતો, પરંતુ છેવટે મને ખબર પડી કે એ સ્ત્રીઓએ મારી પાસે વ્યભિચાર કરાવ્યો. એમણે મને આકર્ષીને ફસાવ્યો. સ્ત્રીઓની આ કળા, નિષેધ દ્વારા જીતે છે. મને એટલે જ એક પ્રકારનો ભ્રમ રહ્યો. કોઈ સ્ત્રી પુરુષ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકતી નથી. હંમેશા લગ્નનો પ્રસ્તાવ પુરૂષ પાસે જ મુકાવે છે. બધી જાતની તરકીબો વાપરે છે કે જેથી પુરુષ પ્રસ્તાવ કરે. પોતે ક્યારેય પ્રસ્તાવકરતી નથી. આ પુરુષ અને સ્ત્રીના મનનો ભેદ છે. સ્ત્રીઓના મનનો ભેદ બહુ સૂક્ષ્મ છે. તમે એક પુરુષને રસ્તે જતી સ્ત્રીને ધક્કો મારવા જતો જુઓ છો. તમને ત્યારે જ લાગે કે વાંક આ પુરુષનો છે. પરંતુ એ સ્ત્રી જ્યારે પોતાના ઘરની બહાર નીકળે ત્યારે એવો શણગાર કર્યો હતો કે જો કોઈ એને ધક્કો મારે તો એ ઘેર ઉદાસ પાછી ફરે. કોઈ ધક્કો મારે તો એ મોટી ચીસ પણ પાડે, પરંતુ ચીસ પાડવાનું કારણ એ નથી કે એ ધક્કો મારનાર પ્રત્યે નારાજ થઈ છે. સોમાંથી નવાણુ વખત તો એ જ કારણ હોય છે કે જો ચીસ પાડે, તો કોઈને ખબર કેમ પડે કે ધક્કો મરાયો છે. પરંતુ એ સ્ત્રીને પોતાની આંતરિક ઈચ્છાનો કોઈ ખ્યાલ જ ન હોય, એવું પણ સંભવિત છે. કારણકે સ્ત્રી બનીઠનીને વ્યવસ્થાપૂર્વક બહાર નીકળે છે ત્યારે એ ધક્કો ખાવા પૂરતું નિમંત્રણ આપે છે. એ નિમંત્રણ આપવામાં એનો હાથ છે.પરંતુ આપણો વિચાર કરવાનો ઢગ એવો છે કે આપણે હંમેશાં પક્ષપાતી બની જઈએ છીએ. આપણે એમ જ વિચારીએ છીએ કે આવું કાંઈ બને ત્યારે એમાં પુરુષ જ જવાબદાર હોય છે. આપણને એ વાતનો ખ્યાલ નથી આવતો કે જવાબદારી નક્કી કરવાનું કામ એટલું સહેલું નથી. એ કામ અત્યંત ગૂંચવણભરેલું છે. કોઈ બીજું પણ જવાબદાર હોઈ શકે છે. કોઈ બીજાની જવાબદારી વધારે ઊંડી હોઈ શકે છે. કુશળ અને ચાલાક હોઈ શકે છે. સૂક્ષ્મ પણ હોઈ શકે છે. તો જ્યારે આવો પ્રસંગ મહાવીર જુએ ત્યારે એની પૂર્ણતામાં જુએ. મહાવીર અને આપણા જોવામાં એટલો જ ફરક પડે છે. મહાવીરનું દર્શન પૂર્ણ હોય છે આપણે અધૂરું જોઈએ છીએ. બીજો સવાલ એ છે કે આવા પ્રસંગે મહાવીર શું કરશે ? મહાવીર ભલે આપણાથી અલગ રીતે જુએ, પરંતુ એ કાંઈ કરશે કે નહીં? તો હું આ વિશે એમ કહેવા માગુ છું કે મહાવીર કાંઈ નહીં કરે, જે થતું હશે તે થવા દેશે. આ ફરક સમજવા જેવો છે. તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છો અને કોઈની હત્યા થઈ રહી છે ત્યારે તમે ઊભા રહીને થોડીવાર વિચાર કરશો કે શું કરી શકાય ? કાંઈ પણ કરવું કે ન કરવું? સામેનો માણસ તાકાતવાળી છે કે કમજોર છે? બચાવવા કુદી પડીશ તો એનું પરિણામ શું આવશે? હત્યા કરનારો કોઈ મિનિસ્ટરનો સગોવહાલો તો નહીં હોય? બચાવવા
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy