SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા એટલે જીવેષણાનું મૃત્યુ ગોઠવી તમને એવા વિચારો કરાવી શકાશે, જે તમારા નહીં હોય, પરંતુ ‘તમારા’ છે એવું તમને લાગશે. અમેરિકામાં ડૉ. ગ્રીન અને સાથીઓએ, સાંઢની ખોપરીમાં ‘ઇલેક્ટ્રોડ’ ગોઠવ્યાં. આ પ્રયોગ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયો. સાંઢની ખોપરીમાં ગોઠવેલાં ‘ઇલેક્ટ્રોડ’ દ્વારા એના મગજના ખાસ હિસ્સાઓને દૂરથી, (Eloctrode) ‘બીનતારી’ જોડાણ કરી પ્રભાવિત કરી શકાય છે. જેવા વિચાર સંપ્રેષિત કરવા હોય તેવા કરાવી શકાય છે. જે સાંઢની ખોપરીમાં ‘ઇલેક્ટ્રોડ’ ગોઠવેલ હતો તેને ડાઁ. ગ્રીન પર હુમલો કરવા માટે ઉત્તેજીત કરાય છે. એક હાથમાં લાલ છત્રી લઇને બીજા હાથમાં રાખેલા ‘ટ્રાન્ઝીસ્ટર’ મારફત, સાંઢને ઉશ્કેરવામાં આવે છે. સાંઢ પાગલની જેમ ડૉ. ગ્રીન પર હુમલો કરે છે. લાગે છે કે ડૉ. ગ્રીનની એક ઘડીમાં હત્યા થઇ જશે. સેંકડો લોકોની નજર સામે આ પ્રયોગ થાય છે. સાંઢ એકદમ સામે આવીને હુમલો કરવા માટે નિશાન તાકતો હાય છે ત્યાં ડૉ. ગ્રીન હાથમાંના ટ્રાન્ઝીસ્ટરની બીજી સ્વીચ મારફત એના મગજને ઠંડું પડી જવા માટે આદેશ દે છે અને તુરત જ સાંઢ ઠંડો થઇ પાછો વળી જાય છે. જાણે કાંઇ બન્યું જ નથી ! ૧૦૦ આવી જાતના આદેશ માનવીને પણ આપી શકાશે. વૈજ્ઞાનિક રીતે આ વાત સંપૂર્ણતયા સિદ્ધ થઇ ચૂકી છે. આપખુદ સરકાર હોસ્પિટલમાં જ બાળકોનાં મગજમાં નાની ઉમરે ‘ઇલેક્ટ્રોડ’ ગોઠવી દેશે. એ બાળકો કોઇ વિરોધ નહીં કરી શકે. એ બાળકો મોટા થતાં, એમનો બનેલો આખો દેશ, બટન દબાવતાં જ સરકારનો જય જયકાર કરવા લાગશે. સૈનિકોના મગજમાં ‘ઇલેક્ટ્રોડ’ ગોઠવીને જરા પણ ભયભીત થયા વિના, દુશ્મનના લશ્કર સામે હુમલો કરવા માટે એમને હુકમ આપી શકાશે. એમને પોતાના શરીરની બિલકુલ પરવા નહી રહે, બિલકુલ ચિંતા નહીં રહે. સૈનિકોને ખબર પણ નહીં હોય કે યુદ્ધ કરવા માટે કોઇ બીજું હુકમ આપી રહ્યું છે. એમને તો એમ જ લાગશે કે એ પોતે દેશના ભલા માટે બલિદાન આપી રહ્યા છે. જ શૌર્ય અને વીરતાના ગુણગાન કરતી વાર્તાઓ સંભળાવી બાળકોને બચપણથી જ દેશભક્તિ શીખવી શકાય છે. દેશ માટે ભોગ આપવાથી સ્વર્ગમાં જવાશે એવી વાતો એની ખોપરીમાં ઘુસાડી શકાય છે. આ પણ એક પ્રકારની ‘ઇલક્ટ્રોડ’ ઘુસાડવા જેવી જ પ્રક્રિયા છે. એક દિવસ લશ્કરી પોશાક પહેરાવી ચાર પાંચ વરસ સુધી, યુદ્ધકળાનું પ્રશિક્ષણ એ બાળકોને અપાય છે. પરંતુ આ પદ્ધતિ બહુ પુરાણી અને બળદગાડા જેવી ધીમી છે. ધીમેધીમે એ સૈનિકના મનમાં વિચારોનું પરિવર્તન લવાય છે. યુદ્ધના મેદાનમાં એને તો એમ જ લાગે છે કે હું મારા દેશ માટે બલિદાન આપી રહ્યો છું. એ એમ જ સમજે કે આવા બધા વિચારો મારા છે, આ દેશ મારો છે, આ ઝંડાનું મારે રક્ષણ કરવાનું છે, એને ખબર નથી કે આ બધી વાતો એના મગજમાં ઘુસાડવામાં આવી છે. ઘણો બધો સમય લાગે છે આટલી બધી તૈયારી કરવામાં. આવું પ્રશિક્ષણ આપનાર, રાજધાનીમાં સિંહાસન પર બેઠેલા છે, તેઓ કયારેય યુદ્ધ કરવા જતા નથી, પરંતુ એ લોકોએ આટલી બધી મહેનત કરવાની હવે જરૂર નહીં રહે. ‘ઇલેક્ટ્રોડ’ પહેલેથી ખોપરીમાં મૂકી દેવાથી કામ સરળ થઇ જશે, ભૂલચૂક પણ નહિ થાય. આ રીતે વિચારસંપત્તિ પર પણ, રાજકારણીઓ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy