________________
કાજામ જ જેના પત્રકારત્વ અપાયજાજ
બાપુજી સા: એક પ્રેરણાદાયી જીવન' એ શીર્ષકથી ગુજરાતી, હિન્દી અને હવે અંગ્રેજીમાં એમના પુત્ર શ્રી વલ્લભ ભંસાલીએ એક નાની પુસ્તિકા આ સમયે પ્રકાશિત કરી પુત્રની કલમે લખાયેલી આ પુસ્તિકામાં સહજ પ્રવેશો પછી પૂરી જીવનાભૂતિ પામ્યા પછી જ તમે એના બે મુખ્ય પૃષ્ઠોને ભેગાં કરી શકો એવી આ પુસ્તિકામાં પિતૃભક્તિની ગંગા છે.
પૂ. રુપચંદજીનો જીવનકાળ ૧૯૧૫થી ૨૦૦૭, આયુષ્ય સાડા એકાણું વર્ષ જન્મ રાજસ્થાનના મારવાડ - પાલીમાં. એમના પૂર્વજો રાજ્યના પદાધિકારી હતા. પિતાનું નામ પન્નાલાલજી અને માતાનું નામ ગુમાનબાઈ. આ દંપતીને બે પુત્ર, રુપચંદજી અને પારસમલ. પિતાએ બન્ને પુત્રોને નાનપણમાં જ જૈન છાત્રાલયમાં મોકલી દીધા. રૂપચંદજી આઠ વર્ષની ઉંમરમાં જ પૂ. વલ્લભસૂરિના શિષ્ય મુનિ તિલકદાસની સાથે ઘેર પત્ર મોકલી સાધુ બનવા માટે ચાલી નીકળ્યા હતા. આ રુપચંદજી ૧૧-૧૨ વર્ષની ઉમરે ગ્વાલિયર નજીક શિવપુરીમાં પૂ. વિજયધર્મસૂરિજી (કાશીવાળા) દ્વારા સ્થપાયેલ વીરતત્ત્વ પ્રકાશક મંડળના વિદ્યાર્થીગૃહમાં ગયા. પચંદજીએ ચાર વર્ષ શિવપુરીમાં રહીને સંસ્કૃતમાં ઉત્તર માધ્યમની પરીક્ષા પાસ કરી. ધાર્મિક સૂત્રો શીખ્યાં. અહીં શિક્ષણ અને અધ્યયનની ઊંડી લગન લાગી. ૧૪-૧૫ વર્ષની વયે રુપચંદજી રજાઓમાં પાલી આવે અને શેરી સફાઈ જેવું સમાજ સેવાનું કામ પણ કરે. ૧૭ વર્ષની ઉંમરે રુપચંદજી મુંબઈ આવ્યા અને દાદીના સંબંધીની પેઢી ઉપર કામે લાગ્યા.
પાલીના ઉત્તમ કુટુંબમાં છાજેડ પરિવાર. એમની સૌથી મોટી પુત્રી રૂપકુંવર સાથે રુપચંદજીની સગાઈ થઈ. ૧૯ વર્ષનો વર અને ૧૫ વર્ષની કન્યા. પાલીનો પ્રતિભાશાળી છોકરો અને સમર્થ પરિવારની ગંભીર અને બુદ્ધિમાન છોરી. બન્ને આત્માનું મિલન થયું. શાનદાર વિવાહની યોજના થઈ, પરંતુ એ ૧૯૩૩ની ગાંધી ચળવળનું વર્ષ અને ચારેતરફ રાષ્ટ્રીય જુવાળ, રુપચંદજી આ વાતાવરણથી બાકાત કેમ રહી શકે ? ખાદી પહેરવી, રેંટિયો કાંતવો, ભૂગર્ભ પ્રવૃત્તિમાં રસ લેવો, સ્વાતંત્ર્યવીરોને સહકાર આપવો વગેરે રુપચંદજીની પ્રવૃત્તિ બની અને લગ્ન માટે શરતો મૂકી, ખાદી જ પહેરશે અને જૈન વિધિથી જ લગ્ન કરશે. અને દઢ માનવીની આ શરતો સ્વીકારાઈ અને લગ્નની શરણાઈ ગૂંજી ઊઠી. .
રુપચંદજીને દાદા ગુરુ પૂ. આચાર્ય વિજયધર્મસૂરિજીમાં અનન્ય શ્રદ્ધા હતી. જીવનની વિકટ પળોએ એઓ “બાપજીને યાદ કરતા અને સહાય મળી રહેતી.