________________
જૈન પત્રકારત્વ સંવત ૧૨૦૧ થી ૧૩૦૦
હેમયુગ અને વસ્તુ-તેજ યુગ એમ બે યુગમાં આ શતકની લાલ જાજમ
પથરાયેલી છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે લાખો શ્લોકો પ્રમાણ બેનમૂન ભાતીગળ સાહિત્યનું સર્જન કર્યું.
શ્રી જગચંદ્રસૂરિ જેવ ઉગ્ર તપસ્વીથી તપાગચ્છ શરૂ થયો. તેજપાલે દેલવાડાનાં દેરાં બંધાવ્યાં.
વિવેક મંજરી, ઉપદેશ, કંદલી, વસંતવિલાસ, પાંડવ ચરિત, મૃગાવતી ચરિત ઇત્યાદિ કૃતિઓ આ યુગનું મૂલ્યવાન પ્રદાન છે. સંવત ૧૩૦૧થી ૧૪૦૦
જનજીવન અને સાહિત્યજીવનમાં હિન્દી, ફારસી અને ઉર્દૂ ભાષાનો પ્રવેશ
થયો.
જૈન સાહિત્ય ક્ષેત્રે આખ્યાન, રાસાઓ અને બાલાવબોધનો સૂર્યોદય થયો. મેરુતંગસૂરિના પ્રબંધ ચિંતામણિ અને સ્થવિરાવલિ અને જિન કુશલસૂરિના વિવિધ તીર્થ કલ્પ અણમોલ ભેટ છે.
સંવત ૧૪૦૧ થી ૧૫૦૦
તાડપત્રની જગ્યાઓ કાગળે લીધી.
પાર્શ્વનાથ ચરિત્ર, કુમારપાળ ચરિત્ર અને શ્રીપાલ ચરિત્ર ઇત્યાદિ ઉલ્લેખનીય ચરત્રિ ગ્રંથો આ યુગે આપ્યા.
સોમસુંદરસૂરિએ તારંગા અને રાણકપુર તીર્થોની પ્રતિષ્ઠા કરાવી. રાજસ્થાનમાં જ્ઞાનોદ્ધારનું કાર્ય ખતરગચ્છીય જિનભદ્રસૂરિએ કર્યું.
સંવત ૧૫૦૧ થી ૧૬૦૦
આ ઘટના પ્રચુરયુગ હતો.
પાર્શ્વચંદ્રગચ્છનો ઉદય થયો.
શત્રુંજય તીર્થનો ૧૬મો ઉદ્ધાર શેઠ કર્માશાએ કરાવ્યો.
સાહિત્ય ક્ષેત્રે રાસા, ચોપાઈ અને ફાગુનું સર્જન થયું. પિ દેપાલે જાવડભાવડ રાસ, શ્રેણિક રાજાનો રાસ, ચંદનબાળાની ચોપાઈ, સ્થૂલિભદ્ર ફાગુ, પુણ્યસાર
૨૧૪