________________
જેના પત્રકારત્વ જ
જ અંતમાં, આમ તેઓ એક અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા. અધ્યાત્મક્રાંતિ પ્રવર્તક એ તેમની વિશેષતા હતી.
આવા વણિક જૈન પત્રકાર - આજીવન જ્ઞાનોપાસના કરનાર નીડર, નિષ્ઠાવાન પત્રકાર, મુક્ત અને મૌલિક વિચારક, સરળતા, સાદાઈ, સત્ય, સૌંદર્યના આગ્રહી આશક પરમાનંદભાઈ ૧૯૭૧ના એપ્રિલની ૧૭મી તારીખે હૃદયરોગના હુમલાથી મુંબઈમાં અવસાન પામ્યા. “મા નો મંદ્રાઃ ઋતુયો યતુ વિરવતઃ” દરેક દિશાઓથી અમને શુભ અને સુંદર વિચાર પ્રાપ્ત થાઓ"નો આદર્શ અપનાવનાર પરમાનંદભાઈ – એમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ જઈ અમર બની ગયું છે. ભલે તેમના પાર્થિવદેહનો વિયોગ થયો. માનવહીરાના સાચા ઝવેરીને કોટિ વંદન.