________________
જૈન પત્રકારત્વ
તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સુર્ણચંદ્રક પ્રાપ્ત કરનારા પણ નીવડચા.
આ બાબતમાં એટલા ઉત્સાહી હતા કે કેટલાય લોકોને પોતાનાં નાના ઘરમાં લાવીને રાખ્યા. બે યુવકોના પિતા બનીને લગ્ન પણ કરાવ્યું. આ એમના અદ્ભુત આત્મવિશ્વાસ અને પત્નીના અનુપમ સાથને કારણે શક્ય હતું. વધારે સંપત્તિ ન હતી અને ૬ બાળકોનો પરિવાર હોવા છતાં આ બધું ચાલ્યા કર્યું. ૨૦૦૧માં એક યુવક દીપકભાઈને ઉપાશ્રયમાંથી લાવ્યા હતા. કેટલાય માસ ઘેર રાખ્યો. એને હીરાનું કામ શીખવાડ્યું. મૂડી આપી. પ્રેમ અને પ્રેરણા આપ્યાં. આજે તે સફળ વ્યાપારી અને આદર્શ ગૃહસ્થ છે.
તેઓ કહેતા, “માત્ર હોંશિયાર વિદ્યાર્થીને જ મદદ કરો જેની ઇચ્છા પ્રબળ હોય તેને વિશેષ મદદ કરો.’
‘આગળ વધો અને અન્યને આગળ વધવાની પ્રેરણા આપો' એ જ રૂપચંદજીનું સૂત્ર હતું.
તેઓ પોતે ઘણા અપરિગ્રહી હતા.
ગરીબોની હોસ્પિટલમાં જવાની શરૂઆત વ્યાપારમાં હતા ત્યારથી કરી દીધેલી. એમણે ત્રણ હોસ્પિટલોમાં અભિયાન શરૂ કર્યું - સેન્ટ જ્યોર્જ, જી.ટી. અને કામા. ધીરે ધીરે કે.ઈ.એમ., કસ્તુરબા, નાયર અને જે.જે.ને પણ તે અભિયાનમાં જોડી દીધાં. વિશાળ કદની જેજે.માં અઠવાડિયામાં એક વાર જતા અને અન્ય જગ્યાએ ૨-૩ વાર. અઠવાડિયામાં ૫-૬ દિવસ પૂરા ૫-૬ કલાક આ કામયાં વ્યસ્ત રહેતા. કોઈ પણ કારણસર આ કાર્યમાં વિઘ્ન આવે તે તેઓ સહન કરી શકતા નહોતા.
સને ૧૯૯૬માં પોતે જ કૅન્સરમાં સપડાયા. રોગના ઉપચાર (રેડીએશન) વખતે પણ તેઓ નિયમિત રીતે હોસ્પિટલોમાં જતા હતા. પરિવાર તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત હતો ત્યારે પણ તેઓ તો મસ્ત હતા લોકસેવામાં જ. તેઓ દરેક દર્દી પાસે જતા અને સ્નેહ દર્શાવતા. સુખ-દુ:ખની વાતો કરતા. જે પણ નાનામાં નાનું અને મોટામાં મોટું કામ હોય તે કરતા. તન, મન અને ધનથી દરદી સાથે એકાત્મતા કેળવવાનો પ્રયસ કરતા. તેના માટે પોસ્ટકાર્ડ લખતા. સંદેશ પહોંચાડતા. એવી નાની બાબતોમાં રસ લેતા જેથી દર્દીને પોતાના પ્રત્યે દયનીયતા નહિ પણ પોતાપણું લાગે.
ધીરે ધીરે હોસ્પિટલના વ્યવસ્થાપકોમાં તેઓ અજાણ્યાને બદલે અભૂતપૂર્વ
૧૧