________________
રાજા જૈન પત્રકારત્વ જ જ કર્યું અને આ ગંજાવર કામમાં દેસાઈ પરિવારના અન્ય સદસ્યો તથા નીતિનભાઈનાં પત્ની ઉષાબહેનનો પૂરેપૂરો સાથ-સહકાર મળ્યો. શું લેવું અને તું ન લેવું તે ગડમથલમાંથી અંતે આ લેખોના સંપાદનના આધારે ગૂર્જર દ્વારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં. ૧. ‘અમૃત-સમીપે', ૨. “જિનમાર્ગનું જતન’ અને ૩. “જિનમાર્ગનું અનુશીલન.’ મુખ્યત્વે આ ત્રણ પુસ્તકોના આધારે અહીંયા રતિભાઈની કલમની પ્રસાદી આપવાનો પ્રયત્ન કર્યો છે તે ગાગરમાં સાગર” કે “બિંદુમાં સિંધુ જેવા પ્રયત્ન માત્ર છે. આ વિહંગાવલોક્તના આધારે પણ એક કોલમલેખક તરીકે તેમણે જે જે વિષયોનો સ્પર્શ કર્યો છે તેનો અંદાજ તો આવે જ છે, જેને વિશેષ રસ હોય તેણે તો જૈનની ફાઈલો જોવી જ પડે.
આ ત્રણેય પુસ્તકોમાં વિષયવાર વિભાગો પાડવામાં આવ્યા છે અને વિસ્તૃત અનુક્રમણિકા જોવાથી તેનો ખ્યાલ આવે છે. પ્રારંભિક રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે “અમૃત-સમીપે' પુસ્તકમાં સમાજનાં જુદાં જુદાં ક્ષેત્રોની વ્યક્તિઓ વિશે રતિભાઈએ જે પ્રતિભાવો રજૂ કર્યા તેને લગતા લેખો છે. 'જિનમાર્ગનું જતન’ પુસ્તકમાં જૈન ધર્મના પાયાના ખ્યાલો અને “જિનમાર્ગનું અનુશીલન'માં જૈન ધર્મના વિકાસને લગતા પ્રશ્નોને સ્પર્શતા લેખો છે. -
અમૃત-સમીપે : અમૃત સમીપે” પુસ્તકની અનુક્રમણિકામાં નીચેના વિભાગો રજૂ થયા છે. ૧. જૈન વિદ્યાના વિદ્વાનો, ૨. અન્ય વિદ્વાનો, ૩. જૈન આચાર્યો, ૪. જૈન મુનિવરો, ૫. જૈન સાધ્વીજીઓ, ૬. સંતો, ૭. શિક્ષણકારો, ૮. પત્રકારો, ૯. સાહિત્યકારો, ૧૦. કલાકારો, ૧૧. શ્રેષ્ઠીઓ, ૧૨. રાજપુરુષો, ૧૩. ધર્મક્રિયાપ્રેમીઓ, ૧૪. સમાજસેવકો, ૧૫. સ્ત્રીરત્નો. એક જ વ્યક્તિ અંગે જુદા જુદા પ્રસંગો, અલગ અલગ લેખો લખાયા હોય તેને પણ અહીં એકત્રિત કરીને રજૂ કરવામાં આવ્યા છે. આમાંથી કોનો ઉલ્લેખ કરવો અને કોનો ન કરવો ? આમાંથી નમૂનારૂપ કેટલાંક નામો જોઈએ.
દા.ત. શ્રીમદ્ રાજચંદ્ર, પં. સુખલાલજી, મુનિ જિનવિજયજી, પ. બેચરદાસ, પં. દલસુખભાઈ માલવણિયા, પં. મહેન્દ્રકુમારજી, શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, શ્રી સુશીલ, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, શ્રી મોહનલાલ
૧