SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ એક મોટી ભિન્નતા છે. તેમણે જે અભ્યાસપાઠ એજ્યા હત, તથા તે દ્વારા સંધિના નિયમોનું વિધાન વિદ્યાર્થી પિતે સાથે સાથે કરી શકે એવી ગેઠવણ કરી હત, તે તે અભ્યાસ માટે વિશેષ સુતર થઈ પડત. અલબત આ દલીલની સામે એવી પણ દલીલ આણી શકાય એમ છે, કે તે પાઠ કાઢવાની ફરજ શિક્ષકની છે અને શિક્ષકે એ નિયમ શિખવતાં એવા અભ્યાસ પાઠ વિદ્યાથીઓને લખાવવા જોઈએ. કેટલેક અંશે આ દલીલમાં સત્ય છે, પરંતુ શિક્ષક અને શિષ્યની યોગ્યતાને પણ વિચાર કરવાને છે. નિયમ સ્પષ્ટતાથી અને સરળતાથી મન ઉપર સજડ હસે એવા અમુક દ્રષ્ટાંતદર્શક શબ્દ અને વાકયે તાત્કાલિક શેધી કાઢવામાં અનેક મુશ્કેલીઓ રહેલી છે, તે પણ ભૂલી જવા જેવું નથી. આવીજ ટીકા આ ગ્રન્થના આવા પ્રત્યેક અંગને લાગુ પડે છે, તેથી માત્ર પ્રથમ અંગને લઈને આટલું કહેવું પડ્યું છે. વિદ્યાથીએને ઉત્સાહ વધારવાના ઉદ્દેશથી રા. ઠાકરદાસ કહે છે તેમ આવી ચેજના કરવામાં આવી હશે. પણ અમને જણાય છે, કે તે ડો. ભાંડારકરવાળી ચેજના કરતાં બીલકુલ સરળ અને સુગમ નથી. વળી ડે. ભાંડારકરે ધાતુના અને નામ તથા વિશેષણેનાં રૂપે કેવી રીતે ઉપજાવવાં, તેની જે સ્પષ્ટ સરણી દર્શાવી છે, તે અમને વિશેષ સારી જણાય છે. ધાતુઓ ઉપરથી ઉપજાવવાના અનેક રૂપના સંબંધમાં પણ આજ ટીકા લાગુ પડે છે. તેમનું સરળતાનું ધોરણ કંઈક વિલક્ષણ છે. આટલી મુખ્ય ન્યૂનતાને બાદ કરીએ તે બીજી રીતે ર. ઠાકોરદાસે વિષય સમજાવવામાં અને તેનું યથાયોગ્ય સંપૂર્ણ જ્ઞાન આપવામાં ઠીક શ્રમ ઉઠાવે છે. ડો. ભાડાકરવાળા પુસ્તકનું થોડું ઘણું જ્ઞાન મેળવ્યા પછી વિશેષ જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છાવાળા વિદ્યાથીને આ પુસ્તક વિશેષ ઉપયેગી થઈ પડશે એમ જણાય છે. ઇંગ્રેજી ભણનારા વિદ્યાર્થીઓને ટેકસ્ટ બુક ઉપરાંત શબ્દરચના કે વાક્યરચનાના કેટલાક આવશ્યકનિયમે જાણવા સારૂ આપેટેસ ગાઈડ શિખવાની જરૂર પડે છે. પ્રસ્તુત પુસ્તક શિખનારને એવી વિગતે આમાંથી મળી આવે એમ છે; અને પરીક્ષામાં તે વિશેષ સહાયક થઈ પડે એમ છે. આ પુસ્તકના પ્રત્યેક અંગ સંબંધી વિવેચન અત્રે કરી શકાય એમ નથી, કારણ કે વિષય અતિગહન છે અને તેને યથાસ્થિત ઉહાપોહ અત્રે થઈ શકે એમ પણ નથી. - વ્યાકરણ જેવા વિષયને સમજાવનારા ગ્રંથમાં જેમ બને તેમ ઓછી અશુદ્ધિ હેવી જોઈએ. જો કે રા. ઠાકરદાસે એક લાંબુંલચક આશરે લગભગ ૪૦૦ ભુલનું શુદ્ધિપત્રકઆ પુસ્તકમાં જોયું છે, પરંતુ તેથી કંઈ વિષયને શુદ્ધ રીતે નિરૂપવાની તેમની જોખમ દારી ઓછી થતી નથી. રા. ઠાકરદાસે પ્રસ્તાવના પૃ. ૭ માં ત્રણ સ્થળે જયાં મટુક્ષિત શબ્દ વાપર્યો છે, ત્યાં મોનાલિત શબ્દ વપરાવા જોઈએ, કારણકે વ્યાકરણના નિયમ અનુસાર મટન ૩ગતિ રૂતિ મની થાય. રા. ઠાકરદાસે પ્રસ્તુત પુસ્તકમાં અનુક્રમણિકા આપી છે. તે વિસ્તૃત હેવાથી વિદ્યાર્થીને વિશેષ ઉપયોગી થઈ પડશે. આ પુસ્તકને શુદ્ધ કરાવવામાં તેમણે સુપ્રસિદ્ધ શાસ્ત્રીજી જીવરામ લલ્લુભાઈ તથા શાસ્ત્રી ત્રિભુવનદાસ ધનજીની સહાય લીધેલી છે, અને બંને શાસ્ત્રીજીઓએ પિતે આ ગ્રંથને સાધંત તપાસ્યાનું આપેલું પ્રમાણ પત્ર આ ગ્રંથમાં સાથે જોડુવામાં આવેલું છે. અંમાં જણાવવાનું કે એક ઉત્સાહી, ભાષાભિમાની, શ્રેષ્ઠીએ આવે જે મહાન પરિશ્રમ ઉઠાવ્યો છે, તે બેશક પ્રસંશાને પાત્ર છે અને અનુકરણીય છે. આશા છે કે, તેને એગ્ય સત્કાર થશે. રા. ઠાકરદાસને તેમના સ્તુત્ય પ્રયાસ માટે અને ખંતથી તેને પાર પાડવા માટે અમે તેમને સર્વ રીતે ધન્યવાદ આપીએ છીએ અને ઈચ્છીએ છીએ, કે
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy