SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ જોઈ અમને હર્ષમિશ્ર સંતેષ થાય છે. તેમના પુત્ર રા. છગનલાલે આ ગ્રંથને પ્રસિદ્ધ કરવામાં વિવિધ જાતના પરિશ્રમે વેઠવ્યા હતાં, પરંતુ રપ ગ્રંથ પૂર્ણ થતાં પહેલાં તેમનું બાવીસ વર્ષની ભર યુવાવસ્થાએ અકાલે મર્ણ થતાં ર. ઠાકરદાસે આ ગ્રંથ રૂપી નિવાપાંજલિ તેમને સમર્પી છે. ઉમ્મરે પુગ્યા પછી યુવાન પુત્રનું મર્ણ થાય છે, તે તે પિતાને અતિશય સાલે છે અને તેવું અકાલ મર્ણ એક પ્રકારે પિતાની વૃદ્ધાવસ્થાને કેરી ખાનારા જીવરૂપ થઈ પડે છે. રા. ઠાકરદાસને શિરે આવું અસહ્ય દુઃખ આવી પડ્યું તે માટે અમે અતિશય દિલગીર છીએ. આટલું આવા ગ્રન્થની આવશ્યકતા વિષે અને તેના જનાર સંબંધી સ્વાભાવિક કથન કર્યા પછી હવે આ ગ્રન્થની યોજના તરફ કંઇક લક્ષ આપીએ. રા. ઠાકોરદાસ પ્રસ્તુત ગ્રંથના પ્રજનમાં જણાવે છે, કે “આ રીતે એ (સંસ્કૃત) ભાષા જોઈએ તેવી સજીવન થઈ શકતી નથી, એ સર્વને જાણીતું છે તેથી એ ભાષા તથા તેના ગ્રન્થ તેઓના અધિકારીઓ સેહેલથી ભણી શકે અને એ વિદ્યા સજીવન થાય એવા વ્યાકરણની જરૂર છે, ને તેજ આ ગ્રંથનું પ્રયોજન છે.” તેમણે ગ્રંથની આ યોજનાનું વિધાન કેવી રીતે કર્યું છે, તે પ્રસ્તાવનામાં ૧૦-૧૧ પાનામાં સ્પષ્ટતાથી સમજાવેલું છે. ડે. ભાંડારકર અને રા. સા. કમળાશંકરનાં પુસ્તકમાં અક્ષર સંબંધી માહિતી આપ્યા પછી ધાતુનાં પ્રતિપદિક કેવી રીતિએ બનાવવાં તે સંબંધી જણવાયેલું છે અને એવાં રૂપે ઉપજાવી કાઢવાનું શીખવતાં કમે કેમે સાથે સાથે સંધિના નિયમેનું જ્ઞાન આપવાની પણું વ્યવ સ્થા કરાયેલી છે. જેમ દ્રષ્ટાંત વિના સિદ્ધાંત મન ઉપર હસતો નથી તેમ સિદ્ધાંતનું વિધાન કરવા સારૂ અભ્યાસપાઠની પણ અગત્ય છે, આ હેતથી ડે. ભાંડારકરે અને રા. સા. કમળાશંકરે કેટલાક અભ્યાસ પાઠે આપેલા છે, અને તેમાં સિદ્ધાંતનું યથાર્થ વિધાન કરી શકાય એવા ધાતુઓ પણ આપેલા છે. તેમ કરતાં તેમણે વિષયના ઊંડાણમાં એકદમ ઉતરવાનું ઉચિત ધાર્યું નથી. ધાતુનાં રૂપ શિખવવાની સાથેજ નામ અને વિશેષણની વિભક્તિઓનાં રૂપ પણ કેવી રીતે જ કાઢવા તેની પણ માહિતી આપી છે, અને કેમે ક્રમે એ વિષેન ઊંડાણમાં ઉતરીને પ્રચ્છક અને જીજ્ઞાસુ વિદ્યાર્થીને વિષયનું રસભર અવગાહન કરાવવાની સરલ યેજના જેલી છે. રા. ઠાકરદાસને એવા અભ્યાસપાઠ કે બેધપાઠની યેજના પસંદ પડી હેય એમ જણાતું નથી. પરંતુ અમારે કહેવું જોઈએ કે અભ્યાસપાઠ આપવાથી વિષય સમજવામાં વિદ્યાર્થીઓને સવિશેષ સરળતા અને સુગમતા પ્રાપ્ત થાય છે, તથા વિષય પણ મનમાં દ્રષ્ટાંત અને વિધાનથી સજ્જડ ઠસે છે. આ મુદ્દામાં ર. ઠાકરદાસની યેજના ઉક્ત ઉભય અનુભવી પંડિતેની યોજનાથી ભિન્ન છે. વળી વસ્તુસંકલનાના કમમાં પણ તેઓ ઉક્ત પંડિતથી ઘણે અંશે ખાસ જુદા પડે છે. તેમને મત એવે છે, કે “ પ્રતિપાદિકની બાબત પહેલાં હેય એતે કુદરતિ નિયમ વિરુદ્ધ છે. કેમકે મૂળ પ્રાતિપદિક ધાતુ પરથી બને છે, મૂળ ધાતુ પ્રાતિપદિક પરથી બનતું નથી. એમ શીખવવાથી જે ભાષા અને વ્યાકરણની ખુબી તેને માત્ર સંપૂર્ણ ભણનારાજ, ને તે પણ ભણી વિચાર કરેજ, ધ્યાનમાં આવે; ને બીજાઓને તે ખુબી ન સમજે એટલે રસ પડે નહીં ને કંટાળે.....એટલે અભ્યાસ છોડી દે ...ને તે ઉત્સાહ વધારવાને બદલે તેડવાનું એક કારણ થાય છે. આથી તેમણે પ્રથમ પંચ સંધિ પ્રકરણ આપેલું છે. સંધિ પ્રકરણ તેમણે સરળતાથી કેટલાક દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે ખરું, પરંતુ તેમાં આ સર્વ જ્ઞાન એકદમ ભારેભાર ઠસાવેલું હોવાથી આરંભ કરનાર વિદ્યાથને તે શિખવાનું સરળ થઈ પડશે, કે કેમ એ શંકાસ્પદ છે. આ પેજનાને અંગેજ આ
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy