________________
શ્રાદ્ધગુણવિવરણ
પંપ માં અંગારારૂપ પુત્ર શેલડીના ફળ સમાન છે. શ્રીમદ્ જિનાગમ પણ એ જ પ્રમાણે કહે છે.
પુત્ર ચાર પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે છે. અતિજાત–પિતાથી ચઢીયાતા, સમાન જાત-પિતાના સરખા, નીચ–પિતાથી ઉતરતા અને કુળવંગાર પિતાના કુળને નાશ કરનાર,
ભાવાર્થ–“સુલાત—આ ઠેકાણે શાસ્ત્રકારે ચાર પ્રકારના પુત્રોની ખુલ્લી રીતે સમજ પડે તેને માટે ચાર જાતનાં વૃક્ષોની સાથે સરખામણી કરી છે. તેમાં પ્રથમ સુજાત-મનોજ્ઞ પુત્રને આમ્રવૃક્ષ સાથે સરખ વ્યા છે. જેમ આંબાની ગોટલી વ વવાથી જે જાતની તે ગોટલી હોય તે જ જાતનું આમ્રફળ થાય છે, પણ વિશેષ સારું કે તેનાથી ઉતરતું થતું નથી; તેવી રીતે મને જ્ઞ અથવા તે પિતા તુલ્ય પુત્ર પિતાને પગલે ચાલે, પિતાની કરેલી મર્યાદાને ટકાવી રાખે એટલે કે પિતાના ધાર્મિક કે સાંસારિક કાર્ય પૂનાધિક કે નહીં તેવા પુત્રાને સુજાત અથવા તો સમજાત પુત્ર કહેવામાં આવે છે.
ગતિગારઃ –પિતાથી ચઢીયાતા પુત્રને કેળા અને બીજોરાના ફળ સાથે સરખાવ્યા છે. જેમ કેળાની વેલડી અને બીજેરાનું વૃક્ષ પ્રમાણમાં નાનું હોય છે છતાં તેનાથી ઉત્પન્ન થયેલું કેળું તથા બીજોરારૂપ ફળ મોટું હોય છે. તેમજ પિતાની સામાન્ય સ્થિતિ હોવા છતાં જે પુત્ર વેપારમાં પુષ્કળ દ્રવ્ય મેળવી, અનેક ' સત્કૃત્યો કરી પિતાથી આધક થઈ આખા કુટુંબને સામાન્ય સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિમાં લાવે છે તે પુત્ર અતિજાત ગણાય છે.
જ્ઞાd -નીચ અથવા તે પિતાથી ઉતરતા પુત્રને વડના વૃક્ષના ફળ સાથે સરખાવ્યો છે. જેમ વડનું ઝાડ ઘણું મહતું, છાયાયુકત અને તાપાદિક કષ્ટને સહન કરી શ્રમિત થયેલા પાંચજનેને આનંદ આપનારું થાય છે, પણ તેનું ફળ અતિશય લઘુ, અસ્વાદિષ્ટ તુચ્છ અને ઉપકાર રહિત હોય છે તેમ જે પુત્ર સત્કૃત્ય અને પરોપકારાદિવડે મેળવેલી પિતાની વિશાળ કૌત્તિને અયોગ્ય વર્તણુંક ચલાવી દ્રવ્યને દુરુપયોગ કરી, સત્કૃત્ય અને પરોપકારાદિ શુભ કાર્યોથી વિમુખ થઈ પિતે મલિન કરે છે તે કુતપુત્ર કહેવાય છે.
pઝાલા . આથી પણ અધમ કુલાંગાર પુત્રને શેલડીના ફળની ઉપમા આપી છે. જયાં સુધી શેલડીને ફળ આવ્યું હોતું નથી ત્યાં સુધી તે આબાદ રહે છે અને સ રીતે ઉપયોગી થઈ પડે છે, પણ જયારે તેને