________________
શ્રાદ્ધગુણવિવરણ પ્રાચીન લેખાથી જાણી લેવા. આ શિલાદિષ્ય પ્રથમ શિલાદિત્ય હવાને સંભવ છે. કારણ આ ગાથામાં જે સંવત્ બતાવ્યો છે તે મતલવાદીના સમયને પ્રાયે મળતા આવે છે.) તે રંક છીએ સુખલાને પણ રણમાં પાડીને મારી નાખ્યા ઈત્યાદિ. ૨ક શ્રેણી કથા.
એવી રીતે અન્યાયવિના વિલાસને જાણી ન્યાયથી અર્થ ઉપાર્જન કરવામાં તત્પર થવું. વળી વ્યવહારપૂર્વક પ્રાપ્ત થયેલ વિત્તથી આજીવિકા કરનારનો ખોરાક, પ્રકૃતિ (સ્વભાવ), ધર્મ અને કર્મ વિગેરે પણ શુદ્ધ જ હોય છે. જે કારણથી આગમમાં કહ્યું છે–
ववहारसुद्धि धम्मस्स, मूलं सव्वन्नुभासए । ववहारेण तु सुद्धणं, अस्थसुद्धी जओ भये ॥१॥ सुद्धेणं चैव अस्थेणं, आहारा हाइ सुद्धेण । आहारेण तु सुद्धेणं, देहसुद्धी जओ भवे ॥२॥ सुद्धेणं घेव देहेण, धम्मजुग्गा य जायई।
जं जं कुणइ किञ्चनु, तं तं ते सफलं भवे ॥३॥ શબ્દાર્થ–સર્વજ્ઞ ભગવાન ધર્મનું મૂળ વ્યવહારની શુદ્ધિ કહે છે અને શુધ્ધ વ્યવહારવડે અર્થની શુદ્ધિ થાય છે તે ૧ | શુદધ અથે કરીને જ આહાર શુધ્ધ થાય છે અને શુદ્ધ આહારથી દેહની શુદ્ધિ થાય છે | ૨ | વ્યાખ્યા-શુધ અર્થે કરીને જ આહાર એટલે અશન, પાન, ખાદિમ, આદિમ વિગેરે શુધ્ધ ( દોષ રહિત ) થાય છે; અને તે શુદ્ધ આહારે કરી દેહની શુદ્ધિ થાય છે કારણ કે બાહા મલ (મલિન શરીરાદિ ) હોય તે પણ જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી કર્મરૂપી મેલ દૂર થવાથી દેહની શુધિ ગણાય છે. શુધ્ધ દેહે કરીને જ ધમને ચગ્ય થવાય છે, ને જે જે કાર્ય કરાય તે તે તેનું કાર્ય સફળ થાય છે. છે ૩ છે વ્યાખ્યા–ગૃહસ્થ શુધ્ધ દેહે કરીને જ ધર્મને યોગ્ય થાય છે. જેમકે અંગોને પ્રક્ષાલન કરનાર શ્રેષ્ઠ અલંકારને યોગ્ય થાય છે, તેમ આ શુધ્ધ દેહવાળો જીવ ધર્મરૂપી અલંકારને યોગ્ય થાય છે. અને પછી દેવપૂજ, તથા દાનાદિ અનુષ્ઠાન વિગેરે જે જે કાર્ય જીવ કરે છે, તે તે તેને સફળ એટલે વર્ગ અને મોક્ષના ફળનેજ આપનારૂં થાય છે.
ભાવાર્થ-અહિં જિનેશ્વર ભગવાને ધર્મનું મૂળ વ્યવહારશુદ્ધિ છે એમ જણાવ્યું છે, તેથી વ્યાપાર કરતાં ઓછું આપવું વધારે લેવું, માપવાના કાટલાં પ્રમાણુથી વધારે ઓછાં રાખવાં, તાજવામાં ધડે- વિગેરે રાખવો, સારો માલ દેખાડી ખરાબ આપે, સારે પદાર્થ નબળા પદાર્થની સાથે મેળવી સારા માલના