SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ જમાડવાનો પ્રારંભ કર્યો. તેની અંદર દાનની રુચિવાળા કેઈ જૈન બ્રાહ્મણને લાખ બ્રહ્મભોજન પૂર્ણ થયે અવશેષ રહેલ તંદુલ અને ઘી પ્રમુખ હું તને આપીશ, એવી પ્રતિજ્ઞા કરી તેને સહાય કરવા માટે રાખ્યો. અનુક્રમે લક્ષ બ્રહ્મભોજન પૂર્ણ થતાં અવશેષ રહેલું તંદુલ વિગેરેને નિર્દોષ અને ન્યાયથી પ્રાપ્ત થયેલું માની તે નિર્ધન જન બ્રાહ્મણે વિચાર કર્યો કે જે આ (અન્નાદિક) કેઈ પણ સત્પાત્રને માપવામાં આવે તે ઘણું ફળ થાય, કહ્યું છે કે – ન્યાયથી પ્રાપ્ત થયેલાં અને કલ્પનીય એવાં અન્નાનાદિક દ્રવ્યોનું પરમ ભક્તિ અને આત્માને ઉપકાર થશે એવી બુદ્ધિએ સાધુઓને જે દાન આપવું તેને મેક્ષફળ આપનારા અતિથિસંવિભાગ કહે છે. ” તે પછી તે બ્રાહ્મણે દયા તથા બ્રહ્મચર્ય પ્રમુખ ગુણવાળા કેટલાએક (પિતાના) સ્વધર્મ એને ભેજન માટે નિમંત્રિત કર્યા. તે સાધમ ના ભજન અવસરે એક મહિનાના ઉપવાસના પારણે કેઈ મહાવ્રતધારી મુનિ આવી પહોંચ્યા. આ સાધમ બેથી આ યતિ ઉત્તમ પાત્ર છે એ નિશ્ચય કરો તે બ્રાહ્મણે બહુમાન તથા શ્રદ્ધાપૂર્વક તે મુનિને અન્નપાન વગેરે આપ્યું. જે કારણથી કહ્યું છે કે मिथ्यादृष्टिसहस्रेषु वरमेको ह्यणुव्रती। अणुव्रतिसहस्रेषु वरमेको महावती ॥१४.। महाव्रतिसहस्रेषु वरमेको हि तात्विक ताविकेन समं पात्रं न भूतं न भविष्यति ॥१५॥ શબ્દાર્થ હજાર મિથ્યાદષ્ટિએથી એક અણુવ્રતધારી [શ્રાવક] શ્રેષ્ઠ ગણાય છે. હજારે અણુવ્રતધારીઓથી એક મહાવ્રતધારી (સાધુ) શ્રેષ્ઠ ગણાય છે. ૧૪ હજારો મહાવ્રતધારીઓથી એક તત્વવેત્તા શ્રેષ્ઠ ગણાય છે, તત્વવેત્તાની સમાન ઉિરમ પાણ થયું નથી અને થવાનું નથી. ૧૫ કાળે કરી આયુષ્યની સમાપ્તિ થતાં પાત્રમાં દાન આપનાર છે જેને બ્રાહ્મણ તે દાનના પ્રભાવથી પ્રથમ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને રાજગૃહનગરમાં નંદિણ નામે શ્રેણિક રાજાનો પુત્ર થયો. તેણે યૌવન વયમાં પાંચસો રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું અને તે (નંદિષણ) દેગુંદક દેવની પેઠે મનહર વિષયસુખરૂપ સમુદ્રમાં મગ્ન થયા. - આ તરફ તે લક્ષ બ્રહ્મભોજન કરાવનાર બ્રાહ્મણ પાપાનુબંધી પુણ્યને પુષ્ટ કરનાર તેવા પ્રકારના વિવેક રહિત દાનથી ઘણા ભવની અંદર કાંઈક ભેગાદિક સુખોને ભેગવી કેઈક જંગલમાં હાથીપણે ઉત્પન્ન થયે. પૂર્વે યૂથપતિએ નાશકર્યા છે હાથીપુ જેના એવી કોઈ હાથણીએ યૂથપતિને ઠગી, કઈ તાપસોના આલમમાં એક કામને જન્મ આપ્યો, અને તેને ત્યાં જ મૂક્યો. તે ગજકલભ
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy