SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ ૧૯ ઉભય લેકવિરુદ્ધ પ્રમાણે છે – द्यूतं च मांसं च सुरा च वेश्या पापर्द्धि चौर्य परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥ २॥ इहैव निन्द्यते शिष्टैर्यसनासक्तमानसः । मृतस्तु दुर्गति याति गतत्राणो नराधमः ॥ ३ ॥ શબ્દાર્થ –-જૂગાર ખેલ, માંસનું ખાવું, મદિરાનું પાન કરવું, વેશ્યાગમન કરવું, શિકાર કર, ચેરી કરવી અને પરસ્ત્રીગમન કરવું-એ સાત લોકોમાં વ્યસન ગણાય છે. અને તે ભયંકરમાં ભયંકર નરક પ્રત્યે મનુષ્યોને ખેંચી જાય છે. રાા વ્યસનેમાં આસક્તિ રાખનાર આ લોકમાં જ શ્રેષ્ઠ પુરુષોથી નિંદાય છે અને શરણ રહિત તે નરાધમ મરીને દુર્ગતિમાં જાય છે. આ ૩ અહીં અભિપ્રાય આ પ્રમાણે છે. ઉપર જણાવેલાં લોકોને પરાભુખ કરવામાં કારણભૂત આ લોક, પરલોક અને ઉભય લેક વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરનારા જ લેકપ્રિય થાય છે. અને વિશેષ ધર્મને (ગૃહસ્થ ધર્મન) અધિકારી પણ તે જ થઈ શકે છે. અથવા ઉત્તમ, મધ્યમ અને અધમરૂપ લેક તેને જે વલ્લભ એટલે માન્ય હોય તે લેકવલ્લભ કહેવાય છે. તે પુરૂષ પિતાની પેઠે હિતકાર્યમાં જોડનાર, માતાની પેઠે વાત્સલ્ય (નિષ્કપટ પ્રેમ) કરવામાં તત્પર, સ્વામીની પેઠે સર્વ ઠેકાણે રક્ષા કરનાર, ગુરુની પેઠે સર્વકાર્યમાં પૂછવા લાયક, આફત આવી પડતાં યાદ કરવા લાયક અને સર્વ ઠેકાણે સર્વ કાર્યોમાં સુખ અને દુઃખમાં અભયકુમારની પેઠે સહાય કરનાર હોય છે. તેમાં સર્વ ઠેકાણે યથાયોગ્ય વિનય, હિતકારી ઉપદેશનું આપવું અને બીજાના કાર્યોનું કરવાપણું વિગેરે ગુણો વડે પ્રાપ્ત થનાર ધર્મની યોગ્યતાનું મુખ્ય સાધન જનવલ્લભતા ગણાય છે. તે વિષયમાં શ્રી અભયકુમાર મંત્રીનું ઉદ હરણ નીચે લખી બતાવવામાં આવે છે – નવ લાખ ગામેથી મને હર એવા મગધ દેશમાં રાજગૃહ નામનું નગર છે; ત્યાં સમ્યકકારે સમ્યકવિને ધાર કરનાર શ્રેણિક નામને રાજા હતે.વિનયવાન વિવેકી, ત્યાગી, કુતજ્ઞ, કૃપાળુ અને નીતિ, પરાક્રમ અને ધર્મને મૂર્તિમાન સમુદાય જાણે ન હેય એ તેને પિતાને પુત્ર અભયકુમાર મંત્રી હતા. તેને આખા રાજ્યને કારોબાર સોંપી શ્રેણિકરાજા ચલણ દેવીની સાથે વિલાસમાં નિમમ થયો. એટલામાં હેમતરૂતુ શરૂ થતાં ત્યાં ભગવાન મહાવીરસ્વામી પધારો.
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy