SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદનિવાસી શેઠ સેમચંદ સાંકળચંદભાઈનું ટૂંક જીવનચરિત્ર સેમચંદભાઈને જન્મ ૧૯૫૧ ના અશાડ શુદ્ધ ૨. પિતાજી શેઠ સાંકળચંદભાઈ, માતાજી સમરથએન. સં. ૧૯૫૧ની સાલથી સં. ૨૦૦૬ની સાલનું જીવનચરિત્ર લખતાં સાધારણ જીવનમાંથી તેઓ અમદાવાદ મારકીટની દુકાનમાંથી આગળ આવેલ. માતાપિતાની ભકિત તેઓના હૃદયમાં ખૂબ પ્રસરેલી. અને વિનયગુણના વેગથી તેઓનું જીવન ધમિક, દેવગુરુની ભક્તિમાં તલ્લીન બનેલું. સાથમાં ઉત્તમ જનેના સહવાસથી ઉત્તમ ભાવનામાં તેઓ ઓતપ્રોત બની ગયેલા દેખાય છે. ધામિક જીવન પર ખૂબ લાગણીવશ બની સં. ૧૮૧ ની સાલમાં અમદાવાદની પાસે રહેલ નડાને સંઘ ખૂબ ઉત્સાહપૂર્વક તેઓએ કાઢેલ. સાથમાં ધાર્મિક સંસ્કારમય જીવનમાં ઓતપ્રેત થયેલા એટલે દરરોજ પૂજા, સામાયિક કર્યા વગર દુકાન વિગેરે કામમાં પ્રવૃત્ત થવાનું જ નહીં તેમજ નવકારશી વિગેરેમાં બાલ્યભાવથી પિતાશ્રીના સંસ્કારથી રંગાયેલા દેખાય છે. ધાર્મિક સંસ્કારવાળા જીવનને નવકારશી, પચ્ચખાણ, દેવગુરુભક્તિ સિવાય બાહ્ય વ્યવહારમાં જવાનું ગમે જ નહીં. સં. ૧૯૬ની સાલમાં પવિત્ર શ્રી સિદ્ધાચળજી પર આદેશ્વરજીની ટુંકમાં પગલાં આગળ ત્રીજી ભમતી દેરીમાં ત્રણ પ્રભુ પધરાવી ઓચછવ, શાન્તિસ્નાત્ર વિગેરે કરવામાં આવેલ તેમજ શ્રી ગિરનારજી ઉપર પણ નેમિનાથ પ્રભુની ટુંકમાં એક દેરી બંધાવી જીર્ણોદ્ધાર કરાવેલ તેમજ સુરતમાં આગમમંદિરમાં એક હજાર રૂપિયા આપેલ તેમજ અમદાવાદ રૂપ સુરચંદની પિળમાં સં. ૧૯૫ની સાલમાં પ્રતિષ્ઠા વખતે પદ્મપ્રભુ અને શ્રેયાંસપ્રભુ એમ બે પ્રતિમાજી બેસાડવાનો લાભ લીધેલ. તેમજ ૨૦૦૧ની સાલમાં તેઓશ્રીનાં બાલક ચંદ્રકાન્તનાં લગ્ન પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર વિગેરે શુભ ક્રિયાઓ કરાવેલી. આમ ધમકાર્યમાં ઉત્તમ રીતે વ્યય તેઓનાથી થયેલે એટલે ધાર્મિક ભાવના હૃદયમાં સ્પર્શી રહેલી દેખાય છે. સાથમાં સાહિત્યઉદ્ધારમાં પણ બાલિકા લીલાવતીના સ્મરણ ખાતર નવસ્મરણ, સામાયિકસૂત્ર વિગેરે બાલકોપયોગી સાહિત્ય તેઓના નામથી બહાર પડેલું દેખાય છે. આત્માને આનંદ આપવા સિધ્ધાચલજી, ગિરનારજી, કેશરીયા, આબજી, તારંગાજી, કુંભારીઆઇ, શંખેશ્વરજી વિગેરે તીર્થોની સ્પના કરેલી તેમજ દર વર્ષે સિધ્ધાચલજી કુટુંબ સાથે તેઓશ્રી જાય છે. સોમચંદભાઈ નાની ઉમ્મરમાં જ શેઠ સાંકળચંદ હઠીસીંગની સુતરની પિતાના પિતાશ્રીની દુકાન પર જોડાયા હતા. બાહોશપણાથી વેપારમાં પ્રતિષ્ઠા ખૂબ મેળવી અને મારકીટના વેપારી મંડળમાં આગળ આવેલા. વેપારમાં પ્રમાણિકપણે રહી આગળ વધેલા દેખાય છે. આ પ્રમાણે દરરોજ દેવ, ગુરુ-વંદન સિવાય બીજી દષ્ટિ છે જ નહીં. આ ધાર્મિક ભાવનાને પ્રભાવ જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશને આધીન પૂજન, સામાયિક, નવકારશી, આટલી ધમક્રિયા વગર વ્યવહારમાં જવું જ નહીં, તે નિયમ તેઓશ્રી આજ રેજ સુધી પાળી રહ્યા છે.
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy