SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ શબ્દાર્થ –સમુદ્રજળના સંગથીજ જાણે લક્ષમીને નીચ પાસે જવાની ટેવ પડી ન હોય? કમલિનીના સંસર્ગથી પગમાં લાગેલા કાંટાથી ઉત્પન્ન થતી વ્યથાને લઈને જ જાણે સર્વત્ર અસ્થિર ન હોય? હલાહલ વિષની પાસે રહેવાથી જ જાણે મનુષ્યોની સમજશકિતને લક્ષ્મી નાશ પમાડતી ન હોય તેટલા માટે વિવેકી પુરુષેએ ધમરથાનમાં ઉપયોગ કરી લક્ષમીને સફળ કરવી જોઈએ છેલ્લા - ત્યાર બાદ મહેટા દાનની શરૂઆત કરી કયા દેવને સ્થાપન કરવા ઈત્યાદિ વિષયમાં જુદા જુદા મતવાળાઓને પૂછ્યું પણ કઈ થળે એક મત થયે નહી. તેટલામાં કાઈ પ્રમાણિક માણસે જણાવ્યું કે- હે ભદ્ર! દેવતાઓ ભાવથી વશ કરે શકાય છે, માટે તેના ચિંતન કરવારૂપ સમાધિમાં તત્પર થા. એટલે રત્નાધિષ્ઠાત્રી દેવતા પિતે જ નિશ્ચય કહેશે. આ વાત સાંભળી સાગરદત્ત ત્રણ ઉપવાસ કરી ધ્યાનારૂઢ થયો. તેના દ્રઢ નિશ્ચયથી ખેંચાયેલી શાસનદેવીએ જિનપ્રતિમા સ્થાપના કરવા માટે કહ્યું. હર્ષપૂર્વક સાગરતે તેની માંગણી કરી. દેવીએ ભગવાન પાર્શ્વ નાચવામીની સુવર્ણમય પ્રતિમા અર્પણ કરી. કાળક્રમે મુનિને વેગ મળતાં તેણે પ્રશ્ન કર્યો કે આ પ્રતિમા કેની છે? મુનિ તરફથી જવાબ મળે કે વીતરાગની પ્રતિમા છે. સાગરણે ફરી પૂછયું કે-તે કયાં છે? મુનિઓએ જણાવ્યું કે તે પંડવર્ધન દેશમાં છે. આ વાત સાંભળી સાગરદત્ત ત્યાં ગયો. તે વખતે કેવળજ્ઞાનપ્રકાશથી સાક્ષાત સૂર્યરૂ૫ શ્રી પાર્શ્વનાથસ્વામીને સમવસરણમાં બેઠેલા જોઈ તેણે દ્રવ્ય અને ભાવથી પ્રણામ કર્યા. પછી તેણે દેવના સ્વરૂપની પૃચ્છા કરી, તે અવસરે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપદ્વારા ભગવાન જે જે પ્રકારે દેવનું સ્વરૂપ કહી બતાવે છે, તે તે પ્રકારે વિશેષપણે નિશ્ચયમાં પરાયણ થઈ તેણે વીતરાગને દેવપણે જાણ્યા, અને તવવૃત્તિથી વીતરાગમાં રૂચિ પ્રગટ થઈ, કહ્યું છે કે लोगुत्तरा खु एए, भावा लोगुत्तराण सत्ताण । पडिभासते सम्म इब्माण व जच्चरयणगुणे ॥१०॥ શબ્દાથ-જેમ જાતિવાળા રોના ગુણેની પરીક્ષા ઝવેરી સિવાય બીજાને હેતી નથી, તેમ જે જે આસાધારણ ગુણ કેત્તર પદાર્થો હોય છે તેનું લોકેત્તર પ્રાણીઓને સમ્યક્ પ્રકારે ભાન થાય છે. ત્યારબાદ તેણે રોથી મંદિર કરાવ્યું અને તેમાં પાશ્વનાથસ્વામીની પ્રતિમા સ્થાપના કરી. હંમેશા ત્રણ વખત પૂજા કરતાં તેને કર્મરાશી નાશ
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy