________________
૧૭૮
શ્રાદ્ધગુણવિવરણ | શબ્દાથ–“પક્ષપાત સિવાય વસ્તુના ગુણ દોષોને જે ઓળખે છે, તે પ્રાયે કરી વિશેષજ્ઞ કહેવાય છે અને તેથી તે ઉત્તમ ધમને યોગ્ય થાય છે. આવા તે વિષે ખાઈને પાણીને સુગધીવાળું કરનાર સુબુદ્ધિ મંત્રીનું દષ્ટાંત આ પ્રમાણે
ચંપાનગરીમાં જિનશત્રુ નામે રાજા છે. તેને સારી રીતે જિનમતને જાણ સુબુદ્ધિ નામે મંત્રી છે. એક વખત રાજાએ રસયુક્ત સુંદર રસોઈ કરાવી ઘણું સામંતે અને મંત્રીની સાથે રાજાએ ભેજન કર્યું. આ રસમાં આસક્ત થયેલ રાજા અને સામંત વિગેરેએ પણ અહે! રસ, અહો! ગંધ ઈત્યાદિ બેલી રસોઈની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ સુબુદ્ધિ મંત્રી તો મૌન રહ્યો; તેથી રાજાએ પૂછ્યું કે-હે મંત્રિન! તમે કેમ પ્રશંસા કરતા નથી? મંત્રીએ જવાબ આપે કે-હે રાજન ! પદાર્થોના સ્વરૂપનું મને જ્ઞાન હોવાથી મનેઝ અને અમનોજ્ઞ પદાર્થોમાં મને વિસ્મય થતું નથી, કેમકે સુગંધીવાળા પુદ્ગલે દુર્ગંધયુક્ત અને રસયુક્ત પગલે પણ રસ વિનાનાં થઈ જાય છે તેથી નિંદા કે પ્રશંસા કરવી યુક્ત નથી તે પણ રાજાએ આ વાતની શ્રદ્ધા કરી નહીં. કોઇ દિવસે રાજવાટિકામાં જતા માર્ગમાં ઘણા નિજીવ કલેવરેથી દુધવાળું, ખરાબ વર્ણવાળું, મલિન અને સૂર્યના તાપથી ઉકળેલું ખાઈનું પાણી જોઈ રાજા વસ્ત્રથી નાશિકા ઢાંકી બે કેઅહો ! આ જળ કેવું દુર્ગધયુક્ત અને બિભત્સ છે? સુબુદ્ધિએ કહ્યું કે-હે રાજન્ ! તમે આ જળની નિંદા ન કરો, કારણ કે ખરાબ પદાર્થો શ્રેષ્ઠ પદાર્થપણે અને શ્રેષ્ઠ પદાર્થો ખરાબ પદાર્થપણે પરિણમે છે, તેથી મહાન પુરુષોને જુગુપ્સા કરવી યોગ્ય નથી પરંતુ રાજાએ એ વાત માન્ય કરી નહી. પછી મંત્રીએ રાજાને પ્રતિબંધ કરવા માટે ગુપ્ત રીતે પિતાના પ્રમાણીક પુરુષો પાસે વસ્ત્રથી ગળેલું તે ખાઈનું પાણી મંગાવ્યું અને પોતાના ઘરમાં લાવી, કેરા ઘડાઓની અંદર નાખ્યું અને તેને કતકફળના ચૂર્ણ વિગેરેથી નિર્મળ બનાવ્યું. વળી તેને બીજીવાર ગળીને નવા ઘડાની અંદર નાખ્યું. એવી રીતે એકવીસ દિવસે તે જળ નિર્મળ, સ્વાદિષ્ટ, શીતળ અને જળ રત્ન જેવું થઈ ગયું. પછી તે જળને સુગંધી દ્રવ્યોથી વાસિત કરી રાજાના રસેઈયાઓને આપ્યું. ભેજન વખતે તેઓએ રાજા પાસે મૂકયું. તે જળનો લોકોત્તર રસ અને સ્વાદિષ્ટતા વિગેરે ગુણેને પ્રાપ્ત કરી ખુશી થયેલે રાજા રઇયાઓને કહે છે કે-આ જળ કયાંથી પ્રાપ્ત થયું? તેઓએ જવાબ આપ્યો કેઅમને મંત્રીએ આપ્યું છે. રાજાએ મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું કે-હે રાજન ! તમે મને અભયદાન આપો, તે હું આ પાણીની ઉત્પત્તિ જણાવું. રાજા તરફથી અભયદાન મળતાં મંત્રીએ તેને યથાર્થ વૃત્તાંત કહી સંભળાવ્ય પણ રાજા શ્રદ્ધા