________________
૧૫૮
શ્રાદ્ધગુણવિવરણ आग्रही बत निनीषति युक्ति, यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु बुद्धिर्यत्र तत्र सुखमेति निवेश ॥ १ ॥ શબ્દાર્થ જે આગ્રહી પુરૂષની બુદ્ધિ જે પદાર્થમાં આગ્રહવાળી હોય તેમાં આગ્રહી પુરૂષ યુક્તિને લઈ જવા ઈચ્છે છે અને પક્ષપાત રહિત એવા પુરૂષની મતિ તે જયાં યુક્તિ હોય ત્યાં પ્રવેશ કરે છે.
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ફળ દેખાડે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જે સરળ હૃદયવાળા પુરૂષે દુઃખના સ્થાનભૂત અભિનિવેશ( આગ્રહ)ને ત્યાગ કરે છે તે વિશાળ બુદ્ધિવાળા અને નિષ્કપટી પુરૂ ગૃહસ્થધમને થાય છે.
ર