SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ શ્રાદ્ધગુણવિવરણ કરે પણ ગૃહસ્થાવસ્થા માં પિતાના માતાપિતાનું અવ્યુત્થાનાદિક ઉચિત આચરણુ અવશ્ય કરે છે. વ્યાખ્યાન-“જેણે ત્રણ જગતના લોકોની કાંઈપણ પરવા નથી તેવા જગગુરુ તીર્થકરોએ પણ જ્યારે ઉપરોકત રીતિએ પિતાના માતાપિતા વિગેરેનું ઉચિત આચરણ આચરેલું છે ત્યારે બીજા સામાન્ય પુરૂષ તે અવશ્ય વિશેષપણે તે ઉચિત આચરણ કરવામાં પ્રયત્ન કરે જઈએ, જેથી વિશેષ ધમને મેળવવા ભાગ્યશાળી થવાય. કહ્યું છે કે विद्याः सन्ति चतुर्दशापि सकलाः खेलंतु तास्ताः कला:, कामं कामितकामकामसुरभिः श्रीः सेवतां मन्दिरम् । दोर्दण्डद्वयडम्बरेण तनुतामेकातपत्रां महीम, न स्यात् कीर्तिपदं तथापि हि पुमानौचित्यचाचून चेत् ॥९॥ . શબ્દાથ ભલે ચતુર્દશ વિવાઓ હોય, તેને સર્વ કલાઓ ક્રીડા કરતી હેય, અત્યંત ઈચ્છિત કામનાને પૂરનારી કામધેનુ હોય, નિરંતર લક્ષમી મંદિરને સેવતી હોય, અને બે ભુજાદંડના આડંબરથી પૃથ્વીને એક છત્ર નીચે વિસ્તારી હોય તે પણ જે પુરૂષ ઉચિત આચરણ કરવામાં નિપુણ ન હોય તે તે પુરૂષ અવશ્ય કીર્તિના આસ્પદને પ્રાપ્ત થતું નથી. હું વળી વખતસર પ્રાપ્ત થએલા અભ્યાગતની બરદાસ મહેટા ફળને માટે થાય છે. તે ઉપર જેમ કે માં શાલિવાહનને પ્રબંધ પ્રખ્યાત છે તેમ ગ્રંથકાર મહારાજ બતાવે છે. પ્રતિષ્ઠાનપુરમાં સાતવાહન-શાલિવાહન નામે રાજા હતે. તે એક વખતે અશ્વથી હરણ કરાએલ અટવામાં આવી પડયો. તે અટવીમાં એક વડ નીચે બેઠેલા મિલની સાથે રાજાને મૈત્રી થઈ. આજે આ રાજા મહારે અતિથિ છે, એમ વિચારી ભિલે રાજાને સાથવાનું ભેજન આપી સત્કાર કર્યો. અનુક્રમે રાત્રિ માં ઘણી શીત પડતાં ભિલે રાજાને પિતાના ઘરની અંદર વિશ્રામ કરાવ્યું અને પિતે ઘરની બહાર સૂતે. રાત્રિમાં તે ભિલ શીતની અતિ પીડાથી મરણ પામ્યા. તે જે તેની ભાર્યા ભિલડી હાથમાં કાતી ગ્રહણ કરી હું તને સ્ત્રીહત્યા આપીશ એમ રાજાને કહ્યું. તે અવસરે રાજાએ પણ દશ હજાર સેના હાર આપી ભિલડી. ને ખુશી કરી. પછી તેની સેના આવી પહોંચી. તેની સાથે રાજા નગરમાં પ્રાપ્ત થયો. ત્યાં રાજ્યનું પાલન કરતાં રાજાને જિલ્લાનું મૃત્યુ સ્મરણમાં આવવાથી રાજાને ચિંતા થઈ કે “દાનનું ફળ નથી તે પછી આ લેકમાં અનર્થ થવાને સંભવ છે.” પછી રાજાએ પંડિતેને બોલાવીને પૂછ્યું કે તમે મને દાનનું ફળ
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy