________________
શ્રાદ્ધગુણવિવરણ અટકાવે, ખરાબ શીળવાળા અને પાખંડી લોકોના સંસર્ગથી દૂર રાખે, ઘરના કાર્યોમાં જોડી દે અને પિતાથી જુદી પાડે નહીં. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “રાજમાર્ગો અથવા બીજાને ઘેર ગમનાગમનાદિક કરવારૂપ રાત્રિના પ્રચારને અટકાવે પરંતુ ધર્મ તથા પ્રતિક્રમણ વિગેરેની પ્રવૃત્તિના નિમિત્તે માતા, બહેન વિગેરે સારા શીલવાળી સ્ત્રીઓના સમૂહની અંદર પ્રાપ્ત થયેલી હોય તો અટકાવ કરે નહીં.તથા દાન, સ્વજનનો સત્કાર અને રસોઈ વિગેરેનો પ્રયોગ કરવારૂપ ઘરકામાં ચીને અવશ્ય જોડી દે. જે ગૃહકાર્યમાં સ્ત્રીને જોડવામાં ન આવે તે ઉદાસ રહે અને સ્ત્રી ઉદાસ રહે તે ઘર સંબંધી કાર્યોને બગાડ થાય છે. તથા રીનું અપમાન થાય તેમ બેલાવે નહીં. કેઈ કાર્યમાં ખલાયમાન થાય તે શિક્ષા કરે, કુપિત થઈ હોય તે મનાવે અને દ્રવ્યની હાનિ કે વૃદ્ધિ થઈ હોય તે તથા વર સંબંધી ગુપ્ત વ્યતિકર તેની પાસે પ્રગટ કરે નહીં. ” વળી સારા કુળમાં ઉત્પન્ન થએલી, પરિણત વયવાળી, નિષ્કપટ, ધર્મમાં તત્પર રહેનારી અને સમાન ધમવાળી એવી વજનની સ્ત્રીઓની સાથે પ્રીતિ કરાવે, તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. “ સારા કુળની સ્ત્રીઓને હીનકુળની સ્ત્રીઓ સાથે સંસર્ગ થ તે ખરેખર અપવાદરૂપ વૃક્ષનું મૂળ કારણ છે, તેથી ઉચત આચરણ સેવનાર ધર્માથી પુરુષે સારા કુળમાં ઉત્પન્ન થએલી એક ગુએ ઉપદેશ કરેલી શુદ્ધ સામાચારીમાં આસક્ત એવી સમાન ધર્મવાળી અને બંધુ એની સ્ત્રીઓની સાથે પિતાની ભાર્યાની પ્રીતિ કરાવે. વળી રોગાદિકમાં તેણીની ઉપેક્ષા કરે નહીં અને તેણીના ધર્મકાર્યોને વિષે પિતે સારી રીતે સહાય કરવાવાળે થાય. ઈત્યાદિક પ્રાયે કરી પુરુષનું ભાર્યા સંબંધી ઉચિત આચરણ જાણી લેવું. હવે પુત્ર સંબંધી ઉચિત આચરણ બતાવે છે. પુત્ર પ્રત્યે પિતાનું ઉચિત આચરણ એ છે કે, બાલ્યાવસ્થામાં પુત્રનું લાલન-પાલન કરે. જ્યારે બુદ્ધિનો ગુગ પ્રગટ થાય ત્યારે પુત્રને અનુક્રમે કળાઓમાં નિપુણ બનાવે. તેમજ હમેશાં દેવ ગુરુ, ધર્મ, મિત્ર અને સ્વજન વર્ગની સાથે પરિચય કરાવે અને ઉત્તમ પુરુષની સાથે મૈત્રીભાવ કરાવે. આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે, “ગુરુ છે એટલે ધર્માચાર્યો, યથાર્થ સ્વરૂપવાળા દેવ તથા ધર્મો, પ્રિય અને હિતેપદેશ આપનારા મિત્રો, અને પિતરાઈ તથા માતુલ વિગેરેની સાથે પુત્રને પરિચય કરાવે. એ શી રીતે પરિચય કરાવે છતે આ હમારા દેવ ગુરુ વિગેરે છે એવા પ્રકારની સારી વાસનાથી વાસિત થાય છે; તેથી પુત્રની સાથે ઉચિત આચરણ કરનાર પિતા એ દેવ, ગુરુ, ધર્મ, સ્વજન વિગેરેની સાથે પરિચય કરાવવો તે ઉચિત છે. તથા કુલ, જાતિ અને વત્તણુકથી ઉત્તમ એવા લોકોની સાથે પુત્રને મિત્રતા કરાવે.” જે કદિ ઉત્તમ પુરુષોની મિત્રતાથી દ્રવ્યની પ્રાપ્તિ ન થાય