________________
શ્રાદ્ધગુણવિવરણ
૭૫ દિવસમાં અને સાત દિવસમાં ઉગે તે ભૂમિ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને હીન એમ ત્રણ પ્રકારની છે અથવા જે જમીન દિગમૂઢ કરનારી ન હોય, અર્થાત જે જમીનમાં ઊભા રહેવાથી દિશાઓની ચોકકસ ખબર પડતી હેય, ચારેબાજુ સરખી હોય, સુંદર આકૃતિ હોય, ત્રીજે દિવસે બીજને ઉગાડવાવાળી હોય અને પૂર્વ, ઈશાન તથા ઉત્તર દિશા તરફ જળાશય યુક્ત હોય તે જમીન શ્રેષ્ઠ ગણાય છે; ઈત્યાદિ રથાન માટે અન્ય શાસ્ત્રથી જાણું લેવું. સ્થાનના ગુણદોષનું જ્ઞાન તે શકુન, સ્વપ્ર, દેવપ્રશ્ન અને નિમિત્ત વિગેરેના બળથી થાય છે. સ્થાન સંબંધી નિષેધ તે આ પ્રમાણે છે.
“જે સ્થાનમાં વૃક્ષ અને ધ્વજા વિગેરેની પહેલા તથા છેલ્લા પારસિવાયની બીજા અને ત્રીજા પહેરની છાયા પડતી હોય તે તે છાયા નિરંતર દુખ આપનારી થાય છે. ખજુરી, દાડમ, કેળ, બેરડી અને બીજેરાનું વૃક્ષ જે ઘરમાં ઉત્પન્ન થાય છે તે ઘરને મૂળથી નાશ થાય છે. ઘરમાં દૂધવાળું વૃક્ષ હોય તે તે લક્ષમીને નાશ કરનાર, કાંટાવાળું વૃક્ષ હોય તે શત્રુથી ભય આપનાર અને ફળ આપનાર વૃક્ષ હોય તો સંતાનને નાશ કરનાર થાય છે. તેથી આ વૃક્ષના કાષ્ઠને પણ ત્યાગ કરે. કેઈ કહે છે કે ઘરની પૂર્વ દિશાએ વડ, દક્ષિણ તરફ ઉમરડો, પશ્ચિમ દિશાએ પીપળે અને ઉત્તર તરફ પીંપર હેય તે તે પ્રશંસનીય છે. ગૃહસ્થ તીર્થંકરની પીઠ, શંકર તથા સૂર્યની દૃષ્ટિ, વાસુદેવની ડાબી બાજુ અને બ્રહ્માની દક્ષિણ બાજુને ત્યાગ કરી મકાન બંધાવે.” બીજે સ્થળે પણ કહેલું છે કે, “જિનેશ્વરની પીઠ, સૂર્ય તથા શંકરની દષ્ટિ અને વિષ્ણુની વામ બાજુને ત્યાગ કરવો જોઈએ. ચંડી સર્વ દિશાએ અશુભ છે, અને બ્રહ્મા સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. અરિહંતની દષ્ટિ તથા દક્ષિણ બાજુ અને શંકરની પીઠ તથા વામ બાજુ હોય તે કલ્યાણ કરનાર, અને તેથી વિપરીત દિશામાં હોય તે ઘણું દુઃખ આપનાર થાય છે. પરંતુ જે વચમાં માર્ગ હેય તે કાંઈ પણ દેષ લાગુ થતા નથી. સ્થાન સારું હોય તે પણ ઘર નિર્દોષ કરવું જોઈએ.” કહ્યું છે કે
" पुरिसव्व गिहस्संगं, हीणं अहिअं न पावए सेाहं ।
तम्हा सुद्धं कीरइ, जेण गिहं हवइ रिद्धिकरं ॥ २॥" શબ્દાર્થ-ન્યૂનાધિક શરીરવાળા પુરુષની પેઠે ઘરનું શરીર જૂનાધિક હોય તે શોભા પામતું નથી, તેથી જો ઘર નિર્દોષ કર્યું હોય તે તે દ્ધિ કરનાર થાય છે.
વળી “હળ, યાન, મંત્રી, અરઘટ, યંત્ર, કાંટાળું વૃક્ષ, પાંચ જાતનાં ઉંબર વૃક્ષ અને દૂધવાળાં વૃક્ષ એ સર્વનાં કાષ્ઠ ઘર બંધાવનાર ગૃહસ્થ ત્યાગ કરવાં જોઈએ.