SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તા વ ના કWN વાઈ પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનનો ઉદ્દેશ સમજી ઉત્તમ અધિકારી થવું જોઈએ. તે અધિકાર પ્રાપ્ત કર્યા સિવાય આ વિશાળ સંસારસાગરમાં પિતપોતાની શક્તિ-અનુસાર પ્રયત્ન કરીને પ્રત્યેકને જીવનનકા માટે જે માગ કાઢ પડે છે, તે કાઢી શકાતું નથી. આપણું પાછળ અનંતકાળ વીતેલું હોય છે અને આપણે જીવનદશામાં જેમ જેમ આગળ વધતા જઈએ છીએ, તેમ તેમ આપણી સમક્ષ વિશાળ અને અભેદ્ય ભવિષ્યકાળ પણ આગળ વધતો જ હોય છે, એવી રીતે આપણું કર્મોએ નમેલી મર્યાદા હોય, ત્યાં સુધી એ જીવનયાત્રા ચાલતી રહે છે અને અંતે કાળ આપણને આ સંસારના મહાન રણાંગણમાંથી ઉપાડી જાય છે, પણ તે સમયે આપણે મહાન સમરાંગણમાં કેટલા વિજી થયા છીએ કે પરાજિત થયા છીએ, એ વાતને નિર્ણય આપણને અધિકાર જ કરાવે છે. એ ઉત્તમ અધિકાર સંપાદન કરવાનું સાધન ગુણ છે. પ્રત્યેક મનુષ્ય પ્રાણીમાં કર્માનુસાર બીજરૂપે કિંવા વિશેષ સ્પષ્ટરૂપે એ ગુણની પ્રેરણા રહેલી હોય છે. તે ગુણોને જ્યારે વિકાસ થાય છે ત્યારે મનુષ્ય જીવનની ભવ્યતા પ્રકાશી નીકળે છે. કમ પુદ્ગલના અનાદિ સંબંધથી વિચિત્ર વેશેને ધારણ કરી આત્મા આ સંસારની ચતુવિધ ગતિમાં ભ્રમણ કર્યા કરે છે, તેમાં જ્યારે સુકમયેગે તેને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે ત્યારે તે ગુણ મેળવવાને પૂર્ણ અધિકારી થઈ શકે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્માનું વાસ્તવિક સ્વરૂપ જેવાને અને જાણવાને જે ગુણોની આવશ્યકતા છે, તે ગુણે મનુષ્ય ગતિમાં સારી રીતે મેળવી શકાય છે. ભગવાન્ તીર્થકરેએ પણ સૂત્રવાણુમાં એ જ પ્રરૂપણા કરેલી છે. તેઓ ઉપદેશ છે કે, “આ જીવ વસ્તુતાએ શુધ્ધ છે પણ તેની શુધ્ધ દશા કમને લીધે દબાઈ જાય છે-આચ્છાદન પામી જાય છે, તેથી તે સ્વભાવ દશા ભૂલી જઈને વિભાવ દશામાં આવી પડે છે, તેથી તેણે પિતાની પરમ વીર્ય સ્કુરણું કરી પિતાને શુદ્ધ સ્વભાવ પ્રકટ કરવો જોઈએ.” ભગવાન દેવાધિદેવના આ ઉપદેશ ઉપરથી સિદ્ધ થાય છે કે-પ્રત્યેક મનુષ્ય આભાએ વીર્યસફુરણા કરવી જોઈએ, એ વીર્ય ફુરણા અમીય ગુણોને લઈને
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy