________________
જીવિત જ કહી છે, કારણ કે તેને લીધે જ કાવ્ય દ્વારા લોકોત્તર–ચમત્કારકારક વિચિત્ર્યને ભાવકને અનુભવ થાય છે. એ સાક્ષાત અનુભવની બાબત છે, તર્ક કે અનુમાનને વિષય નથી.
૩. એક પ્રશ્ન એવો સહેજે થાય કે અત્યન્ત વર્ચસ્વી એવા વનિસંપ્રદાયના ધનિતત્વનું કુન્તકનાં કાવ્યસિદ્ધાન્તમાં શું સ્થાન છે? વિમિ અને વક્રતાની વચ્ચે કેવક સંબંધ છે? આ બાબતમાં “એકાવવીકાર વિદ્યાધર કહે છે કે કુન્તકે વનિને “ભક્તિમાં – એટલે કે લક્ષ્યાથમાં અન્તર્ભાવ થતો હોવાનું માન્યું છે. વિદ્યાધરના કથનનું તાત્પર્ય એ છે કે કુન્તકે ઉપચાર-વક્રતા અને વક્રતાના અન્ય પ્રકાર નીચે ધ્વનિને લગતા બધા ખ્યાલને સમાવેશ કર્યો છે. રુધ્યકે પણ કહ્યું છે કે “વક્રોક્તિજીવિત કારે વક્તા વગેરે દ્વારા સમગ્ર ધ્વનિપ્રપંચને જ સ્વીકાર્યો છે.
વક્રોક્તિછવિત’નું વિષયનિરૂપણ સુવ્યવસ્થિત છે. કાવ્યની વ્યાખ્યા અને સામાન્ય સ્વરૂપ પહેલા ઉમેષમાં રજૂ કરી, બીજ ઉન્મેષમાં કાવ્યના વર્ણનું અને પદાંશનું, ત્રીજા ઉન્મેષમાં પદાર્થનું અને વાકક્ષાર્થનું અને છેવટના ચોથા ઉમેષમાં પ્રકરણનું અને પ્રબંધનું સ્વરૂપ સમુચિત ઉદાહરણેના વિવરણ સાથે નિરૂપ્યું છે.
૪. વિવિધ કાવ્યતત્તવોના નિરૂપણમાં કુન્તકનું સ્વતંત્ર અભિગમ અપનાવવાનું વલણ સહેજે જોઈ શકાય છે, અને તે તે સ્થળે તેની સ્વપક્ષની સ્થાપના તર્ક પુષ્ટ, સબળ અને સ્પષ્ટ હેવાનું આપણને પ્રતીત થાય છે. રીતિવાદીઓ પાસેથી કુન્તક માર્ગ અને ગુણનાં તત્વ સ્વીકારે છે, પણ તેમનું સ્વરૂપ અને વ્યવસ્થા તે પોતાની રીતે નિશ્ચિત કરે છે. સુકુમાર, વિચિત્ર અને મધ્યમ એવા ત્રણ જ માર્ગ; તે તે માગ અનુસાર જુદી જુદી પ્રકૃતિવાળા માધુર્ય, પ્રસાદ, લાવણ્ય અને આભિજાત્ય એવા ચાર વિશિષ્ટ ગુણ તથા ઔચિત્ય અને સૌભાગ્ય એવા બે સર્વસામાન્ય ગુણ- એ રીતની કુન્તકની વ્યવસ્થા રીતિવિચાર અને ગુણવિચારની પરંપરામાં વધુ સંગીન જણાય છે. અહીં તેમ જ અન્ય બાબતમાં કુન્તકનું નિરૂપણ વ્યવસ્થા સ્વીકારવા છતાં શાસ્ત્રીય જડતાથી બચે છે. અને તર્કના ચોકઠામાં બંધબેસતા ન થતા સહદયના કાવ્યાનુભવને માટે અવકાશ રાખે છે. માર્ગો એ દેશધર્મો નથી, પણ કવિના સ્વભાવ પર આધારિત છે- એટલે કે કવિની શક્તિ, વ્યુત્પત્તિ અને અભ્યાસ પર આધારિત છે, તથા ત્રણેય માર્ગો સમકક્ષ છે, તેમાં તરતમભાવ નથી એવું કુન્તકનું સ્પષ્ટ પ્રતિપાદન આપણને ઘણું આધુનિક લાગે છે.