________________
પ્રકાશકીય નિવેદન
ગુજરાત સાહિત્ય અકાદમીનું આ તેત્રીસમું પ્રકાશન છે. ગુજરાતી ભાષાસાહિત્યના ઉત્ક વિકાસની દૃષ્ટિએ મહત્ત્વનાં હોય એવાં સનાત્મક, સંશાધનાત્મક અને સૂચિ પ્રકારનાં પુસ્તકે પ્રકાશિત કરવા અકાદમીના હેતુ રહ્યો છે અને ગુજરાતી, સંસ્કૃત ઇત્યાદિ ભાષાનાં તથા ગુજરાત પ્રદેશના લેાકસાહિત્ય અને પ્રાણીજીવન વિશેનાં પુસ્તક પશુ પ્રકાશિત થયાં છે.
a
ગુજરાતી અને સંસ્કૃત એ બન્ને ભાષાના સાહિત્યના અભ્યાસીએ માટે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના જાણીતા વિદ્વાન શ્રી નગીનદાસ પારેખનું આ સંપાદન ઉપયોગી બનશે. આ, ગ્રન્થ પ્રગટ કરવાના અમને આનંદ છે. નગીનભાઈએ આવે અભ્યાસપૂર્ણ ગ્રન્થ આપ્યા અને તેના પ્રકાશન સમયે પણ વિવિધ તબક્કે સાથ-સહેકાર આપ્યાં એ માટે આભાર માનું છું. કર્ણાટક યુનિવર્સિટીએ વક્રોક્તિજીવિત આક્ કુન્તક' પુસ્તકમાંથી ડો. કે. કૃષ્ણમૂર્તિ સપાદિત સસ્કૃત મૂળ પાઠ આ પુસ્તકમાં છાપવાની અનુમતિ આપી એથી એમને પણુ આભારી છું. આ પ્રકારનાં પુસ્તકાના પ્રકાશનમાં ગુજરાતમાં શુદ્ધ અને સમયસરના મુદ્રણમાં હજુ પણ મુશ્કેલી પડતી હૈાય છે. અમને પણુ એમાં મુશ્કેલી ઊભી થઈ ત્યારે શ્રી ભીખા ભાઈએ શ્રમ અને સૂઝથી કામ પૂરું કરી આપ્યું એ માટે તથા શ્રી બાલુ. ભાઈ પારેખને પ્રવાયન માટે આભારી છું. શ્રી. નગીનભાઈ પારેખનાં ‘આનંદવર્ધનના ધ્વનિવિચાર' અને ‘મમ્મટના કાવ્યવિચાર' જેવાં અન્ય સંપાદનેાની જેમ જ આ પુસ્તકને પણું સ` આવકાર મળશે તેવી શ્રદ્ધા સાથે.
અભ્યાસીઓને ઉમળકાભેર
તા. ૪-૨-૮૮
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર
હસુ યાજ્ઞિક
મહામાત્ર