SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ વકૅક્તિજીવિત [૪-૯ ચરણની સેવાની વ્યંજના એ છે કે આપના ચરણની સેવા કરીને પવિત્ર થયેલા હાથથી આપની સાથે હાથેવાળે મેળવવાની એની અભિલાષા છે. જુવાનીની વ્યંજના એ છે કે યૌવનમાં આવતાં તરત જ એ આપના પ્રેમમાં પડી હતી. આ બધાને કારણે આપ સ્વીકાર કરવાની ના ન પાડશો. અર્થાત્ આપે સ્વીકાર કરે જ જોઈએ, બીજે ઉપાય નથી, એ અર્થ છે. “કાકુસ્થથી કુમુદ્વતીને અતિથિ નામે પુત્ર થયો.” (રઘુ ૧૭-૧) ૩૮ એ જ રીતે એ જ ૧૬મા સર્ગમાં પહેલાં આવતું ગ્રીષ્મનું નીચેનું વર્ણન પણ યોગ્ય રીતે ગૂંથાયું છે, કેમ કે એને લીધે જલક્રીડાની ભૂમિકા તૈયાર થાય છે– “ત્યાં તે કુશની પ્રિયાને મણિ-ગૂંથી ઓઢણી, વેત સ્તને પહોંચતે મેતીને હાર અને વિશ્વાસથી ઊડે એવું મલીર પહેરવાનું સૂચવતું હોય એમ ગ્રીષ્મ કાળ આવી પહે .” (રઘુ. ૧૬-૪૩) ૩૯ વગેરે વર્ણને કથામાં વૈચિગ્ય કહેતાં સૌંદર્ય લાવ્યા સિવાય બીજું કશું કરતાં નથી. આખા પ્રબંધમાં આ પ્રકરણ તે પ્રસંગે પાત્ત ઘટના છે. તેમ છતાં કથાના જુદા જુદા છૂટા રહેલા તંતુઓને ભેગા કરવાનું કામ એ કરે છે. એ વતાના નમૂના પણ પિતે શોધીને સમજી લેવા. જલક્રીડા વગેરેનાં વર્ણન પણ માત્ર સંદર્ભને લીધે જ સુંદર લાગતાં હોવા ઉપરાંત પ્રબંધની કથાના પ્રાણરૂપ હોય ત્યારે ભાવકને આનંદ આપનાર થઈ પડે છે.” ૪૦ આ અંતરડ્યેક છે. (૬) વળી, આ જ પ્રકરણવકતાને બીજે એક પ્રકાર બતાવે છે–
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy