________________
૩૩૬ વક્રોક્તિછવિત
| [૪-૯વગેરે. રાજા જલક્રીડાના આનંદમાં અને આસવ પીધેલી સ્ત્રીઓ સાથે વિલાસમાં એ મગ્ન છે કે એનું ઘરેણું ખવાઈ ગયું તેની ખબર એને જલક્રીડાને અંતે જ પડી. એ ઘટના પછીના નાગરાજની બહેન કુમુદ્વતીને કંદુકાકીડાના પ્રસંગ સાથે અનુ. સંધાન સાધવામાં ઉપકારક થઈ પડે છે. (કારણ, પાણીમાં પડતા. એ ગોળ આભૂષણને રમતમાં ઉછાળે દડે માનીને તેણે પકડી. લીધું હતું.) એથી એ સહુને આનંદ આપનાર થઈ પડે છે.
જરા વિગતે જોઈએ તે, રાજા પાસે ઊભેલી સ્ત્રીઓ ઉપર હાથ વડે પાણીની છાલક મારવી વગેરે જલક્રીડામાં મશગૂલ હતે. એવામાં, તેને ખબર ન પડે એ રીતે, તેનું કડું હાથ પરથી સરી પડ્યું, અને નાગરાજની કન્યા કુમુદ્વતીએ પાણીમાં પડતું એ કડું કુતૂહલથી પકડી લીધું. રાજાને મન એ ઘણું મૂલ્યવાન હતું એટલે તેણે એની પૂરી તપાસ કરાવી પણ કંઈ વળ્યું નહિ. એની શોધ કરતા માછીઓ ખબર લાવ્યા કે પાણીમાં રહેતા પાતાળના રાજા કમદે એ લીધું હોવું જોઈએ. એટલે રાવણનો વધ કરનારના પુત્ર કુશે કુમુદને મારવા માટે ધનુષ ઉપર ગરુડાસ્ત્ર ચડાવ્યું. કુમુદે ગભરાઈને પિતાને બચાવવા માટે કુશ પાસે આવીને પેલા કડા સાથે પિતાની બહેન કુમુદતી પણ સીતાપુત્ર કુશને સંપી દીધી.
આ પ્રસંગને લગતા કેટલાક સુંદર કલેકો અહીં ઉતારીએ. છીએ–
“હું જાણું છું કે આપ પિતાનું કાર્ય સિદ્ધ કરવા, માટે મનુષ્યરૂપે અવતરેલા વિષ્ણુના તેમના જેવા જ પુત્ર છે. તે પછી એ હું આ૫ આરાધનીયની પ્રીતિ ઘટે એવું આચરણ કેવી રીતે કરી શકે?” ૩૪
આ બાળાએ હાથ વડે દડો ઉછાળ્યું હતું ત્યાં એણે આકાશમાંથી પડતા તારા જેવા આપના કડાને ઉપરથી પડતું જોઈ કુતૂહલથી પકડી લીધું હતું.” ૩૫