________________
૪-૭-૮].
વક્રોક્તિ જીવિત ૩૩૧ખેદ અનુભવું છું. મારું હૃદય તે દારુણ ક્ષણે જ કેમ ચૂરેચૂરા ન થઈ ગયું ?” ૨૪
અહીં રાજા પ્રિયાની વિરહવેદનાના શોકથી બળતે જોવામાં આવે છે. નિરાશાને લીધે લાંબા સમયથી ભેગે થયેલે એને શેક કાલિંદી(યમુના)ને જોઈને પરાકાષ્ઠાએ પહોંચે છે, કારણ, એમાં ડૂબીને એ પિતાના પ્રાણ છેડી શકે એમ છે. પિતાની પ્રિયાની પાછળ જવાની વાત વારે વારે ઉચ્ચારવાથી આ પ્રકરણના આભૂષણરૂપ થઈ પડે છે.
અહીં બે લીટી આવે છે તેને સંબંધ સમજાતો નથી. શ્રીકૃષ્ણમૂર્તિ માને છે કે એ કઈ કારિકા કે અંતરલોકની સમજૂતી છે. અને એનું પુનર્ગઠન આ રીતે કરે છે
कथोपकारक वस्तु सविशेषरसास्पदम् ।
प्रोच्यते कियदुद्भिन्नप्रकरणाभरणोपमम् ॥ અર્થાત્ કથાને ઉપકારક અને સવિશેષ રસયુક્ત વસ્તુ સહેજ વિકસાવ્યું હોય તે પ્રકરણના આભૂષણરૂપ થઈ પડે છે.”
શું કહેવાનું છે? તે કે નાની ઘટના પણ વિશેષરૂપે વિસ્તારથી વર્ણવી હોય તે તે રસનાં દ્વાર ખોલી નાખ્યાં હોય એવી રસમય ઉક્તિને લીધે પ્રકરણની શોભાને અપૂર્વ વક્રતા અર્પે છે. જેમ કે રઘુવંશમાં મૃગયાને પ્રસંગે–
એમાં નદીકાંઠે મૃગયા માટે નીકળેલા રાજા દશરથ ભૂલથી વૃદ્ધ અંધ તપસ્વીના પુત્રને મારી નાખે છે એ એક વાક્યમાં કહેવાય એ અર્થ સરસ વાણીના સારસર્વસ્વરૂપ પ્રતિભાકુશળ કવિએ એવી પ્રકરણશોભાથી વિસ્તારીને વર્ણવ્યું છે કે તે ચિત્તમાં ચમત્કારનું કારણ થઈ પડે છે.
જેમ કે, અહીં એમ કહી શકાય એમ નથી કે રાજા અનેક રાતદિવસ થયાં મૃગયાની વિવિધ પ્રવૃત્તિમાં મશગૂલ થઈ ગયેલે હતે એટલે બીજી બધી બાબતે વિશે તે બિલકુલ બેધ્યાન હતું, માત્ર ટેવને લીધે મૃગયાની જ કેટલીક મધુર સ્મૃતિ એના મનમાં