________________
૩૧૨ વક્રોક્તિજીવિત
[૩-૬૩ સૂમનું ઉદાહરણ–
વિટ સંકેતકાલ જાણવા આવ્યા છે એમ જાણી ચતુર સ્ત્રીએ હસતાં હસતાં સૂચનપૂર્વક લીલાકમળ બીડી દીધું.” ૨૧૯
અહીં સૂમ (એટલે કે ચતુરાઈ) ખરું જોતાં, વણ્ય વિષય છે એ અલંકાર ન હોઈ શકે. શાથી? તે કે જે વસ્તુ સાક્ષાત્ અભિધાથી કહેવાની હતી તે અમુક યુક્તિપૂર્વક કહી દીધી છે. લેશનું ઉદાહરણ
જકન્યામાં હું અનુરક્ત છું એ વાત, મને થયેલ રોમાંચ રક્ષકને જણાવી દેશે. તે હું એમ કહું કે અરે, આ વનમાં પવન કે ઠંડે છે!” (કાવ્યાદર્શ, ૨-૨૬૬) ૨૨૦
અહીં પણ એ જ લાગુ પડે છે કે જે વસ્તુ કહેવાની છે તે જ અલંકાર શી રીતે બની શકે? મીમાંસાને નિયમ છે કે “શબ્દ જે પરક (કહેવા ઈચ્છત) હોય તે તેને અર્થ કહેવાય.” હેતુનું ઉદાહરણ–
“ચંદનનાં મોટાં વૃક્ષોને હલાવતે પવન સૌને આનંદ આપે છે.” (કાવ્યાદર્શ, ૨-૨૩૬) ૨૨૧ એ જ રીતે ઉપમારૂપક પણ અલંકાર નથી.
“સમગ્ર આકાશના માનદંડ અને સિદ્ધાંગનાઓના મુખચંદ્રોના નવા દર્પણરૂપ વિષ્ણુને પગ જય પામે છે.” (ભામહ, ૩-૩૬) રરર
અહીં રસવદલંકારની પેઠે અલંકારના નામ અને તેના અર્થ વચ્ચે સંગતિ જ નથી. અહીં આપણે ઉપમા અને રૂપક એ વિગ્રહ કરી દ્વન્દ સમાસ લઈએ અથવા વિશેષણ સમાસ લઈએ. પહેલે વિકલ્પ સ્વીકારીએ તે વાક્યના એક ભાગમાં ઉપમા અને બીજા ભાગમાં રૂપક છે એ અર્થ થાય અને તે એ બંને એક છે એમ ન કહી શકાય. એ બે અલંકાર ભેગા હેવા છતાં જે