________________
[૩-૫૫
વક્રાક્તિજીવિત ૩૦૧..
‘નિઃશંક આ ક્ષત્રિય-લગ્ન-ચેાગ્ય છે, જે આર્યં મારું અભિલાષી છે મન; પ્રમાણ શંકાસ્પદ વસ્તુ માઁ સંતાની અંતઃકરણપ્રવૃત્તિઓ.’
(અભિજ્ઞાન શાકુંતલ, ૧-૨૧, અનુ. ઉમાશંકર જોશી) ૨૦૧
અથવા—
“શું નહિં મધુરમૂર્તિને અલ કારરૂપ ?' ૨૦૨
આ શ્લાક ઉપર (ઉદાહરણ ૨૦૦) આવી ગયા છે (પૃ. ૩૦૦). આમ અર્થા તરન્યાસની ચર્ચા કર્યા પછી તેને મળતા આવતા, વિશેષ વાકયનું સૌંદર્ય વધારતા આક્ષેપ અલંકારનું નિરૂપણુ કરે છે—
૫૫
પ્રસ્તુત વસ્તુની શાલામાં અત્યંત વધારા કરવા માટે નિષેધની છાયાથી આક્ષેપ એટલે કે ઇન્કાર કરવા તેને આક્ષેપ અલકાર જાણવા.
આક્ષેપ અલંકારમાં શું હાય છે? તે કે પ્રસ્તુત વસ્તુના આક્ષેપ હાય છે, જે વસ્તુ કહેવાની હાય તેના જ આક્ષેપ કહેતાં અસ્વીકાર કરવામાં આવે છે. પ્રસ્તુત વસ્તુના જ અસ્વીકાર તે આક્ષેપ અલકાર. શાનાથી ? તા કે નિષેધની છાયાથી. નકારવાના સૌ ર્યથી. શા માટે ? તેા કે પરમ સૌદર્ય પ્રગટ કરવા માટે.
જેમ કે.
હું સુભગ, થેાડી વાર રાકા, જેથી આ વિરહકાતર હૃદયને સ્થિર કરીને હું કહી શકું. અથવા તા ચાલવા માંડ, શું કહેવાનાં હતાં અમે ?” ૨૦૩
આ શ્લોકના વાકયા એવા છે કે સુભગ એ નાયકને અનેક પ્રિયતમાએ હાવાનું સૂચન કરનારું સંબોધન છે. નાયિકાના જવામ