________________
૨૮૮ વક્રોક્તિજીવિત
[૩-૪૬, ૪૭ પાર્વતીને લગતે અર્થ–
પોતે રચેલી ખીલેલાં કમળની માળા ધારણ કરનારી, વાંકા દષ્ટિપાતથી શોભતી આંખે વડે કામને પ્રજજવલિત કરનારી, ઢીલાં વસ્ત્રો ઉપર કંદોરે ધારણ કરનારી, વેત. વઢવાળી શિવના અર્ધાગ પાર્વતીની મૂર્તિ જગતનું આપત્તિથી રક્ષણ કરે.” ૧૭૯ વાસ્તવિક નહિ એવા અર્થશ્લેષનું ઉદાહરણ– આ લોકના પણ શ્લેષને કારણે બે અર્થ થાય છે. પહેલે અર્થ
“હે કેશવ, ગાયેએ ઉડાડેલી ધૂળથી દષ્ટિ હરાઈ ગઈ હોવાથી હું કશું જોઈ ન શકી તેથી હું પડી ગઈ છું; હે. નાથ, પડેલી એવી મને કેમ પકડતા નથી? ખાડામૈયાવાળા રસ્તા પર જેઓ હિંમત હારી બેઠી છે એવી બધી અબળાઓની તમે જ એકમાત્ર ગતિ છે’—ગશાળામાં ગોપી. વડે આ રીતે સૂચક શબ્દોથી સંબેધાયેલા કૃષ્ણ તમારું સદા રક્ષણ કરે” ૧૮૦ બીજો અર્થ–
“હે કેશવ, હે સ્વામી (પ), તમારા પ્રત્યેના રાગ કહેતાં પ્રેમમાં આંધળી થઈને મેં કશું જોયું – કર્યું નહિ. તેથી જ મારું ખલન થયું છે (હું ચારિત્ર્યભ્રષ્ટ થઈ છું.) હે નાથ, મારા પ્રત્યે પતિભાવ કેમ ધારણ કરતા નથી? (મારી સાથે પતિ જે વ્યવહાર કેમ રાખતા નથી?) કામબાણથી વીંધાયેલી બધી અબલાઓની એકમાત્ર ગતિ (ઈરહિત તૃતિ સાધન) તમે જ છે –આ રીતે શાળામાં ગોપી વડે સૂચક શબ્દોથી સંબેધાયેલા કૃષ્ણ સદા તમારું રક્ષણ કરે.” ૧૮૦.