SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ વક્તિજીવિત [૩-૪૩. જરા કહે તે ખરી કે સંધ્યાકાળે ચંદ્ર ને તારા પ્રગટયા હેય એવી રાત્રિ મળસકું થઈ જઈ શકે?” (કુમારસંભવ, ૫-૪૪) જે તમે એમ કહે કે કવિને એક અલંકારથી સંતોષ ન થયે એટલે તેણે બીજો અલંકાર યે , તે એ પણ તર્કસંગત નથી. કારણ, જ્યાં બીજું કોઈ અલંકાર્ય વસ્તુ હોય ત્યાં અલંકાર જી શકાય અને ત્યાં સંતોષ ન થતાં બીજે અલંકાર પણ જે ઉચિત ગણાય. પણ જ્યાં સ્વતંત્ર અલંકાર્ય વસ્તુ જ નથી ત્યાં એ શી રીતે ઉચિત ગણાય? વળી, અમે પહેલાં બતાવી ગયા છીએ તે પ્રમાણે એ પ્રત્યેક (વણ્ય વિષય હોઈ) એકબીજાને અલંગ કાર બની શકે એમ નથી, એટલે પરિવૃત્તિ અલંકાર બની શકે જ નહિ. એને જે અલંકાર માનીએ તે એ માત્ર અલંકાર જ બની જશે અને અલંકાર્ય, નહિ થઈ શકે. એટલે અહીં કવિએ પરિવૃત્તિને શોભાવવા ઉપમા અલંકાર વાપર્યો છે, એમ જ માનવું રહ્યું. એટલે અહીં કહેવાનો મતલબ એ છે કે પાર્વતીએ ખીલતી જુવાનીમાં શેભે એવાં આભૂષણે ઉતારી નાખી ઘડપણમાં શેભે એવું વલ્કલ ધારણ કર્યું એ, સંધ્યા સમયે ચંદ્ર ને તારા પ્રગટયા હોય ત્યાં જ રાત્રિ મળસકામાં પલટાઈ જાય તેના જેવું છે. આ સામ્ય જ અપૂર્વ કાવ્યસૌંદર્ય દ્વારા તદ્વિદોને આનંદ આપનાર થઈ પડે છે. એટલે અહીં મુખ્ય મુદ્દો એ છે કે વ્યાખ્યામાં જે મર્યાદા બાંધી હોય તેને અનુસરીને અલંકારને ઉપયોગ કરે જોઈએ. બેશક, એમાં પ્રતિભાથી ફુરેલા વૈદધ્યસંગિણિતિના વિવિધ પ્રકારો પણ ભળી શકે છે. જેમ કે – સિવિવિધ...૧૬૫ કલ્પલતા વિવેક કહે છે કે આ ગાથા નિદર્શનાના એક પ્રકારનું ઉદાહરણ ગણાય છે, પણ એ ઉપમા જ છે એવું ગ્રંથકાર આગળ જતાં પ્રતિપાદન કરશે.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy