________________
વક્રોક્તિજીવિત અપૂર્વ અલંકાર પણ શા માટે રચે છે? એમ કેઈ પૂછે તે તેને જવાબ એ છે કે લકત્તર ચમત્કારકારી વૈચિત્ર્યની સિદ્ધિ માટે. અર્થાત્, અસામાન્ય આનંદ આપનાર સૌંદર્ય સાધવા માટે. જોકે સેંકડો અલંકારે અસ્તિત્વ ધરાવે છે, તેમ છતાં તેમાંના કેઈથી આવું સૌંદર્ય સિદ્ધ થતું નથી. અલંકાર શબ્દ, તે શરીરની શોભા વધારતા હોવાને કારણે મુખ્યત્વે કરીને કડાં વગેરેને માટે વપરાય છે. શોભા વધારવાને ગુણ સમાન હોવાને લીધે લક્ષણથી ઉપમા વગેરે (કાવ્યાલંકાર) માટે પણ એ વપરાય છે. તે જ પ્રમાણે તેના જેવા ગુણ વગેરે માટે તેમ જ એ બધા ગુણ-અલંકારનું નિરૂપણ કરનાર ગ્રંથ માટે પણ વપરાય છે. શબ્દ અને અર્થ એક જ પ્રયજન સિદ્ધ કરતા હોઈ એ બંનેને માટે એક સંજ્ઞા વપરાય છે. જેમ કે “ગાય” એ શબ્દ પણ છે અને ગાય” એ અર્થ પણ છે. (એટલે કે ગ્રંથના નામ માટે અને તેમાં ચર્ચાયેલા વિષય માટે અલંકાર એ એક જ શબ્દ વપરાય છે.)
એને અર્થ એ થયે કે આ ગ્રંથનું નામ “અલંકાર છે, ઉપમાદિ અલંકારો એને પ્રતિપાદ્ય વિષય છે અને પહેલાં કહ્યું તેવું વૈચિત્ર્ય એટલે કે સૌંદર્ય સિદ્ધ કરવું એ એનું પ્રજન છે.
આમ, આ અલંકાર(ગ્રંથ)નું પ્રયોજન છે એમ સ્થાપિત થયું, તેયે એનાથી અલંકૃત થતું અલંકાર્ય કાવ્ય જે પ્રજાનહીન હેય તે એ પણ વ્યર્થ બની જાય, એટલે કહે છે કે –
મનેહર રીતે કહેલો કાવ્યબંધ અભિજાતેના એટલે કે ઉત્તમ કુળ માં જન્મેલાઓના હૃદયને આનંદ આપનાર અને ધર્મ વગેરે પુરુષાર્થોને ઉપાય થઈ
અભિજાતે એટલે રાજપુત્રે વગેરે, ધર્માદિ પુરુષાર્થની તથા વિજયપ્રાપ્તિની ઈચ્છા રાખનારા. કેમળ સ્વભાવને લીધે તેઓ મહે