________________
૩-૪૨]
વિક્રોક્તિછવિત ૨૦૩ જોઈ શકાય છે. વળી, ત્રીજા કેઈ ઉપમાનને નિષેધ કરવાને અહીં ઇરાદો છે એ હકીકત એને સ્વતંત્ર અલંકાર ગણવા માટે પૂરતી નથી. કેમ કે “મુખ ચંદ્ર છે વગેરે રૂપકવાક્યોમાં બીજા કે ઉપમાનની ગંધ સુધ્ધાં હતી નથી. અહીં માત્ર પ્રતિભામાંથી પ્રગટેલી, વૈદધ્યથી જોયેલી, અત્યંત સુંદર અભિવ્યક્તિની શોભા જ છે, એ કંઈ જુદો અલંકાર નથી. કારણ, એક જ અલંકારનાં જુદાં જુદાં ઉદાહરણમાં પણ આવું વૈવિધ્ય જોવા મળે જ છે. જેમ કે –
મંદ મંદ હાલતી કીકીવાળી તારી આંખ અને હાલતા ભ્રમરવાળું કમળ એ બંને મધુર રીતે એકી સાથે ઊઘડતાં હોઈને એકબીજાને મળતાં આવે છે.” (રઘુવંશ, ૫-૬૮)૧૫૪ અથવા જેમ કે –
“સાકેત કહેતાં અયોધ્યાના નિવાસીઓને ગુરુદક્ષિણાથી વધુની પૃહા ન રાખનાર યાચક અને યાચકની ઈચ્છા કરતાં વધુ આપનાર રાજા બંને અભિનંદનના પાત્ર બની ગયા.” (રઘુવંશ, પ-૩૧) ૧૫૫
આ ફેક આ જ ઉન્મેષમાં ઉદાહરણ ૧૪ર તરીકે આવી ગયે છે (૫ ૨૬૮).
આ બંને ઉદાહરણેમાં વર્ણવેલી બંને વસ્તુઓ પ્રસ્તુત હોઈ તેમની વચ્ચે સામ્ય છે, પણ અહીં અલંકાર છે એમ ન કહેવાય. અથવા જેમ કે –
“એ માણસે રમતવાતમાં શિવનું ધનુષ ભાંગી નાખ્યું છે, જ્યારે આણે પણ રમતવાતમાં શિવને પ્રસન્ન કર્યા છે જે એ બે વચ્ચે મિત્રતા થાય તે એમાં એ બંનેનું તથા તારું પણ ભલું છે.” ૧૫૬ પહેલાં કહેલી વાત જ અહીં પણ લાગુ પડે છે. જોકે
૧૮