________________
૩-૩૮]
વતિજીવિત રફw અર્થાતરન્યાસ થાય છે.
આ રીતે વિચારતાં, સમાન વસ્તુઓને પાસે પાસે મૂકવાથી થતી પ્રતિવસ્તૃપમા પણ જુદે અલંકાર ગણવાને પાત્ર નથી, કારણ, તેની અને ઉપરના ઉદાહરણની સ્થિતિ સરખી જ છે. એની વ્યાખ્યા અને ઉદાહરણ પૂર્વાચાર્યોએ આ પ્રમાણે આપ્યાં છે. વ્યાખ્યા: સમાન વસ્તુ પાસે મૂકવાથી પ્રતિવસ્તુપમા થાય છે. ઉદાહરણ –
સજજનેની સાથે વહેંચીને સંપત્તિને ઉપભેગ કરનાર ગુણીજને કેટલા? માર્ગ ઉપરનાં વૃક્ષોમાં પાકાં ફળથી લચી પડેલાં કેટલાં?” (ભામહ, ૨-૩૬) ૧૩૯
આ લેકમાં સમાન સોંદર્યવાળા (સજજનેની સાથે વહેંચીને સંપત્તિને ઉપભેગ કરનાર ગુણીજને અને સ્વાદિષ્ઠ પાકાં ફળેથી લચી પડેલાં વૃક્ષો) બંનેની કવિને વિવક્ષિત વિરલતા ઉપરાંત બીજું કશું મને હર તત્ત્વ વધારાનું પ્રાપ્ત થતું નથી.
આમ એટલું સાબિત થાય છે કે પ્રતિવસ્તૃપમાને સમાવેશ પ્રતીય માપમામાં થઈ જાય છે, એટલે હવે ઉપમેયપમા પણ કેવી રીતે ઉપમામાં જ સમાઈ જાય છે એ જોઈશું.
૩૮ ઉપમાન અને ઉપમેયનું પરસ્પર સાચ્ચે જેમાં હોય છે તે ઉપએપમાને પણ ઉપમામાં સમાવેશ કરવા જોઈએ. કારણ એમાં પણ ઉપમા તે હાજર જ હૈય છે, અને તેની કઈ જુદી વ્યાખ્યા આપી શકાય એમ નથી.
બીજા આલંકારિકોએ જેને ઉપમેપમાં કહી છે તે, ખરું જતાં, ઉપમાથી ભિન્ન નથી. શાથી? તે કે એમાં ઉપમા હાજર હોવાથી. કયા કારણથી? તે કે ઉપમાથી એનું લક્ષણ જુદું પડતું નથી. કેઈ વસ્તુના સ્વરૂપની અસાધારણતાનું વર્ણન તે લક્ષણ. તે અહીં જુદું સિદ્ધ થતું નથી. એ નામને વિગ્રહ જે આપણે એ કરીએ કે જેમાં ઉપમાન ઉપમેય બનતું હોય તે ઉપમેપમા,