________________
૨-૩૫, ૩૬]
વક્રોક્તિ જીવિત ર૫૯ તે કે જેમાં એ સૌંદર્ય ઉત્કૃષ્ટ રૂપે રહેલું હોય એવા.
અહીં તાપર્ય એ છે કે વર્ણનીય પદાર્થના વિવક્ષિત ધર્મનું સૌંદર્ય સાધવા માટે અપ્રસ્તુત પદાર્થરૂપ ધમી સાથે સામ્ય એમ કહ્યું છે, તે તર્કસંગત છે. કારણ, કેવળ ધર્મનું સામ્ય સંભવતું નથી. એટલે ધર્મ સાથે સામ્ય એમ કહ્યું નથી. આમ, ધર્મ દ્વારા ધમીઓનું એટલે કે ઉપમાન અને ઉપમેયનું ભેગું સામ્ય ફલિત થાય છે. આવી ઉપમાનું પ્રતિપાદન કેણ કરે છે? તે કે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ધાતુનો અર્થ. અહીં ક્રિયાપદ શબ્દથી મુખ્યામુખ્ય ક્રિયાવાચક સામાન્ય અર્થ જ સમજવાનું છે, કેવળ ક્રિયાપદ જ નહિ. કારણ, જ્યાં કિયા અમુખ્ય ભાવે રહેલી હોય ત્યાં પણ તે ઉપમાની વાચક હોય જ છે. જેમ કે “પાચક.” એ શબ્દમાં પાકશક્તિનું પ્રાધાન્ય હેઈને એમાં પ્રકૃતિ કહેતાં ધાતુને
અર્થ ગર્ભિત રહેલે જ છે. જે પકાવે તે પાચક’. એ જ રીતે પતિ (‘પકાવે છે) એ શબ્દમાં ક્રિયાનું જ પ્રાધાન્ય છે તેમ છતાં ક્રિયા કરનારને અર્થ પણ એમાં ગર્ભિત રહેલ છે. આમ, મુખ્ય અને અમુખ્ય એ બંને પ્રકારનાં ક્રિયાપદ ઉપમાનું કથન કરે છે. કેવી રીતે? તે કે વિચ્છિત્તિ કહેતાં વેદધ્યભંગિથી. વિચ્છિત્તિ વગરના કથનમાં તદ્વિદોને આનંદ આપવાની શક્તિ હોતી નથી, એ અહીં અર્થ છે. કેવળ ક્રિયાપદ જ ઉપમાનું કથન કરે છે એમ નથી, ઈવાદિ વગેરે ઉપમાવાચક શબ્દ, બહુવ્રીહિ વગેરે સમાસ તેમ જ વન વગેરે પ્રત્યે પણ એનું સૌદર્યપૂર્વક કથન કરે છે.
શું હોય તે? તે કે સાધારણ એટલે કે ઉપમાન અને ઉપમેય બંનેમાં રહેલું હોય એ ધર્મ, તેનું કથન કરેલું હોય છે. સમાન ધર્મને આધારે બે ક્રિયાઓને સંબંધ જોડવો હોય છે એટલે બંને કર્તાઓ અથવા નામે પણ સમાન છે એમ માનવામાં આવે છે.
ક્યાં? તે કે વાક્યર્થમાં. પરસ્પર અન્વય-સંબંધથી જોડાયેલ પદસમૂહ તે વાક્ય. એને અર્થ અથવા વસ્તુ તે અહીં વર્ણનને વિષય હોય છે. તેમાં કેવી રીતે? તે કે તેની સાથે સંબંધ હોવાથી.