________________
૨૪૪ વાક્તિજીવિત
[૩–૨૫, ૨૬ નહિ. એટલે કવિએ અહી સસ'દેહ અલંકાર વાપર્યા છે. તેના વ્યંગ્યાર્થ એ છે કે મારું મન એ સુંદરીને જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયું છે અને તેને એવા સંદેહ જાગે છે કે આ વસ્તુ ખરેખર શું હશે ?' અમારું આ અર્થઘટન તદ્વિદો પણ પોતાના અનુભવથી પ્રમાણશે એવી આશા છે.
કેટલાક રૂપકરૂપક નામે એક નવા પ્રકાર ગણાવે છે અને તેનું ઉદાહરણ નીચેનું આપે છે— “ભૂલતા નર્તકી.’ ૯૪
પણ એ સ્વીકારી ન શકાય. કારણ, એની કોઈ વિશેષતા નથી. અને માત્ર નવું ઉદાહરણ આપવાથી નવા અલ'કાર થઈ ગયા એમ માનવું ચેગ્ય નથી. એ રીતે તે રૂપકની વ્યાખ્યાઓ અનંત બની જશે અને એમ કરવાથી રૂપકના બીજા અનેક પ્રકારે સંભવશે અને પરિણામે અનવસ્થા પેદા થશે.
આમ રૂપકના વિચાર કર્યાં પછી તેના જેવા સામ્યઆધારિત અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું નિરૂપણ કરે છે
૨૫, ૨૬
જ્યારે અપ્રસ્તુત એવા કોઈ પદાર્થ કે વાકયાથ સાજ્યને કે બીજા કાઈ સ"બ"ધને લીધે પ્રસ્તુતની શાલાનું કારણ બની મુખ્ય વણ્ય વિષય બની જાય ત્યારે તેને અપ્રસ્તુતપ્રશંસા અલકાર કહે છે.
વિદ્વાના એને અપ્રસ્તુતપ્રશ'સા નામે અલંકાર કહે છે. કોને? તે કે જેમાં અપ્રસ્તુત એટલે કે અવિજ્ઞક્ષિત પદાર્થને પણ વર્ણનના વિષય બનાવવામાં આવે છે. શી રીતે? તે કે પ્રસ્તુત કહેતાં વિવક્ષિત અથની શૈાભામાં વધારો કરીને.
પ્રસ્તુત પદાર્થ એ પ્રકારના હેાય છેઃ (૧) વાકચમાંના શબ્દ માત્રથી સિદ્ધ થતા, અને (૨) આખા વાકયમાં વ્યાપેલા અને પાતાના વિવિધ પ્રકારના સ્વાભાવિક સૌદર્યાંથી યુક્ત હાર્ટ પ્રધાનરૂપે રહેલા. એ બંને પ્રકારના પ્રસ્તુત અર્થને પ્રતીયમાન રૂપે