________________
૩-૧૮]
વક્રોક્તિજીવિત ૨૩૩
કોઈ પણ સિદ્ધ વસ્તુ દીપક બની શકે છે. એમ જો હાય તે તે ગમે તે બધી જ વસ્તુ દીપક ગણાઈ જાય, માટે કહે છે કે ‘પ્રકાશિત કરે (દીપાવે) તેવી'. એટલે કે વચ્ચે વસ્તુના ધર્મવિશેષને જે પ્રકાશિત કરે, દીપાવે તે અલંકાર બને, એ ધર્મ કેવા ? તે કે અશક્ત એટલે કે અપ્રગટ, શબ્દ દ્વારા ન કહેવાયેલા. માટે જ તેને પ્રગટ કરવા રહે છે. વળી કેવા? તે કે ઔચિત્યપૂર્ણ, એટલે કે સુ ંદર. વળી કેવા ? તે કે અમ્લાન એટલે કે તરત જ મનને આકર્ષે એવા. અને એવા હોય એટલે સહૃદયને આનંદ આપનાર થઈ જ પડે.
એના જ પ્રકારો બતાવે છે.
-
૧૮
દીપકના બે પ્રકારા લેવામાં આવે છે: (૧) કાં તા એ એકલા (કેવળ) હોય છે, અથવા (ર) હારમાં શેઠવાયેલા હાય છે, એટલે કે એક જ વસ્તુ અનેક વસ્તુઓને દીપાવતી હોય છે અથવા ઘણી વસ્તુઓ બીજી ઘણી વસ્તુઓને દીપાવતી હાય છે.”
અહીં દીપકના બે પ્રકાર ખતાવ્યા છે, કારણ, એ પ્રકાર જોવામાં આવે છે. કેવા? તે કે (૧) એકલા એટલે કે સહાય વગરના, અને (૨) હારમાં ગોઠવાયેલા એટલે કે પેાતાના જેવા બીજા દીપકાની હારમાં ગાઠવાયેલા. એ કેવી રીતે કામ કરે છે? તે કે (૧) એક વસ્તુ ઘણી વસ્તુઓને પ્રકાશિત કરે, દીપાવે ત્યારે તે કેવળ દીપક કહેવાય. જેમ કે—
“આ સંસારને અસાર, ત્રિભુવનને રત્ન લૂટાઈ ગયું હાય એવું, જીવલેાકને જોવા જેવી વસ્તુ વગરના (નિરાલેાક), ખાંધવાને મરણશરણ, કંદને દ` વગરના, લોકોની આંખની રચનાને નિષ્ફળ અને જગતને જીણું અરણ્ય બનાવી દેવા તું કેમ તૈયાર થયા છે ?’' ૮૧