________________
૩-૩, ૪]
વક્રોક્તિછવિત ૧૮૭ આમાં કેવળ સાદશ્યને આધારે ઉપમા યોજી છે. પણ કશું કવિકૌશલ નથી એટલે એ સહદયને આનંદ આપી શકે એમ નથી.
પણ એ જ ઉપમા નવી કલ્પનાપૂર્વક વપરાય છે તે મનહર બની જાય છે અને લેકોત્તર વિન્યાસવિડિછત્તિને લીધે અતિશય સૌંદર્ય પ્રાપ્ત કરી કોઈ અપૂર્વ તદ્વિદાલાદકારિત્વને. પ્રગટ કરે છે. જેમ કે– -
“આને રચવામાં.” ૧૮ આ શ્લેક આ જ ઉમેષમાં ૧૨મા ઉદાહરણ તરીકે આવી ગયો છે. (પૃ. ૧૮૧). બીજુ ઉદાહરણ–
“છું તારુણ્યતરુ તણી.” ૧૯ આ લેક પહેલા ઉન્મેષમાં ૯૨મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૭૯).
આમ, આ અલંકારવકતા સ્વતંત્રરૂપે પણ સંભવતી હોવા છતાં કવિકૌશલ-આધારિત વાક્યવકતામાં એને સમાવેશ કરે એ જ તકસંગત લાગે છે. માટે જ પહેલાં કહ્યું છે કે –
“વાક્યની વક્રતા (પદની વક્રતા કરતાં જુદી છે. તેના હજારે ભેદો છે. એમાં (ઉપમા વગેરે) આ અલંકાર વર્ગ સમાઈ જાય છે.” ૨૦
આ લેક પહેલા ઉન્મેષમાં ૨૦મી કારિકા તરીકે આવી ગયું છે. (પૃ. ૨૪). સ્વભાવવક્રતાનું ઉદાહરણ–
“હે ભાઈ, ગોપવધૂઓના વિલાસના સખા, રાધાની એકાન્તક્રીડાના સાક્ષી એવા યમુનાના તીર પરના લતામંડપ કુશળ તે છે ને? હવે તે મદનશચ્યા રચવા માટે કમળ કુંપળે તેડવાની જરૂર ન રહેતાં મને લાગે છે કે તેમની લીલી ઝલક ઝાંખી પડી ગઈ હશે અને તેઓ જરઠથઈ ગયા હશે.” ૨૧