SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વતિજીવિત ૧૭૯ સ્વાભાવિક સૌંદર્યને જ પ્રધાનપણે પ્રગટ કરવા ઈચ્છતા હોય છે, તે કોઈ વાર વિવિધ રચનાચિત્ર્યયુક્ત સૌંદર્યને પ્રગટ કરવા ઈચ્છતા હોય છે. એમાંથી પહેલા પ્રસંગે રૂપકાદિ અલંકારોનું એટલું મહત્ત્વ હેતું નથી. પણ બીજા પ્રસંગે તે જ મુખ્ય રૂપે પ્રતીત થાય છે. તેથી, એ રીતે જોતાં, સ્વાભાવિક સૌદર્યરૂપ પદાર્થને ઉત્કૃષ્ટ સ્વભાવને અલંકાર્ય માને એ જ તર્કસંગત છે. એને અલંકાર માની જ ન શકાય. કેઈ અતિશય વગરના ધર્મવાળી વસ્તુને શણગારે તે પિશાચને શણગારવાની જેમ તે તદ્વિદા લાદકારી ન હોવાને કારણે અનુપાદેય જ રહેશે. એટલે વધુ લંબાણ કરવાને અર્થ નથી. પણ પ્રસ્તુત ઔચિત્યને કારણે અતિશયયુક્તરૂપે પ્રધાનપણે વર્ણવાતે વસ્તુને સ્વભાવ, પિતાના મહિમાને કારણે બીજા અલંકારેને સહન કરતા નથી અને પોતે જ અત્યંત શુભાશાલી હાઈ અલંકાર્ય હોય છે, તેમ છતાં એને અલંકાર કહે એમ કહેતા હો તે એ તે અમારો જ પક્ષ . (અર્થાત સ્વભાવ તે અલંકાર્ય જ છે, છતાં તેને લીધે કાવ્યમાં શોભા આવે છે માટે ઉપચારથી તેને અલંકાર કહેતા હો તે એ અમને માન્ય છે.) અમારો હેતુ સ્વભાવવર્ણનમાં સ્વભાવવર્ણન ઉપરાંતના કોઈ અલંકારને અસ્વીકાર કરવાને જ હોઈ અહીં અમે વધે લેતા નથી. વર્ણમાન વસ્તુની આ જ વકતા છે કે બીજી પણ કઈ છે? એના જવાબમાં કહે છે કવિના સહજ અને આહાય કૌશલથી શેભતી, નવી જ કહપનાને કારણે લોકપ્રસિદ્ધ પદાર્થોને ટપી જનારી સૃષ્ટિ તે બીજા પ્રકારની વસ્તુવકતા. વર્યમાન પદાર્થની નિર્મિતિ કહેતા સુષ્ટિ તે બીજા પ્રકારની વસ્તુવકતા છે એ સૃષ્ટિ કેવી છે? તે કે સહજ અને આહાર્ય
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy