________________
૨-૩૪]
વક્રોક્તિજીવિત ૧૭૧ જે આવી રીતે વકતાના એક પ્રકારને પણ આ મહિમા હોય તે અનેક પ્રકારે સામટા ભેગા થાય તે શું કરે તે કહે છે –
કઈ વાર એકબીજાની શેભા વધારતા વક્રતાના અનેક પ્રકારે ભેગા થઈને કાચની શેભાને અનેકવિધ સૌંદર્ય થી મનહર બનાવી દે છે.
કઈ વાર એક પદમાં કે વાક્યમાં અનેક વકતા પ્રકારે કવિપ્રતિભાને પ્રતાપે પ્રગટે છે, અર્થાત્ એકઠા થાય છે. શા માટે ? તે કે પરસ્પરની શોભા વધારવા માટે. અને તેઓ આ શેભાને જ ચિત્રના સૌંદર્યની પેઠે અનેક પ્રકારની કાતિથી રમણીય વક્રતાને ઉત્પન્ન કરે છે. જેમ કે –
“અંગે તરતાં લાગે છે.” ૧૧૩ આ શ્લેક આ જ ઉન્મેષમાં ઉદાહરણ ૯૧ તરીકે આવી ગયે છે ત્યાં જેવો (પૃ. ૧૫૭).
આ લેકમાંનાં ત્રણ ક્રિયાપદોમાંના દરેકમાં ત્રણ પ્રકારનું વૈચિત્ર્ય પ્રગટ થાય છે ક્રિયાચિગ્ય, કારકચિત્ર્ય અને કાલવૈચિત્ર્ય. પ્રથમ (વિસ્તાર), સ્તનનઘર (સ્તન અને નિતંબ) અને તળના (તારુણ્ય) એ ત્રણેમાં વૃત્તિવૈચિત્ર્ય છે શ્રાવણ, નધિ, પ્રાગ્ય, સર્જતા અને પરિવચ એ શબ્દોમાં ઉપચારવકતા છે. આમ, એ. બધા વક્તાના અનેક પ્રકારે એક પદમાં કે વાક્યમાં ભેગા થઈને કાવ્યની શોભાને ચિત્રના અનેકવિધ સૌંદર્યથી મનહર બનાવી વાક્યની વકતાને સહૃદયહુદયાફ્લાદકારી બનાવે છે.
આ પ્રમાણે નામ, ક્રિયાપદ, ઉપસર્ગ અને નિપાત રૂપ ચાર પ્રકારનાં પદોની સંભવે એટલા (૧૭) પ્રકારની વક્રતાનું નિરૂપણ. કર્યા પછી હવે આ પ્રકરણને ઉપસંહાર કરી બીજા પ્રકરણની. અવતારણ કરે છે–