________________
૨–૩૩]
વક્રોક્તિજીવિત ૧૬૯ આ આખે લેક આ ઉન્મેષમાં ૨૭મા ઉદાહરણ તરીકે આવી ગયે છે (પૃ. ૧૧૮).
એ શ્લેકમાં, વર્ષાકાળમાં ઉગ્રરૂપે પ્રગટેલા ઉદ્દીપન વિભાવેની સંપત્તિથી રામ ગભરાઈ જાય છે, સીતાનું જરૂર મૃત્યુ થવાનું એમ તેમને લાગે છે, અને તેને બચાવવાને ઉત્સાહ જાગતાં તેનામાં જ એકાગ્ર થઈ જવાથી સીતાની મૂર્તિ તેમના ચિત્તમાં જાણે પ્રત્યક્ષ ખડી થાય છે અને તેથી બંને વચ્ચેનું અંતર પણ ભુલાઈ જાય છે. આમાં પ્રગટ થતા પરાકેટિએ પહોંચેલા વિપ્રલંભશૃંગારની પ્રતીતિ કાવ્યના એકમાત્ર વિતરૂપે થાય છે તેનું કારણ એકસાથે
જાયેલા અનેક નિપાત છે, અને એને લીધે કેઈ અપૂર્વ વાક્યવક્રતા પ્રગટ થાય છે. તુ (પણ) શબ્દની વકતાની સમજૂતી પહેલાં (આ જ ઉમેષના ૨૭મા ઉદાહરણ વખતે, પૃ. ૧૧૯) આપી ચૂક્યા છીએ. બીજું ઉદાહરણ–
તે પ્રિયાને આ વિગ એકદમ આવી પડ્યો છે. મારે માટે એ સહે અત્યંત મુશ્કેલ છે. નવાં વાદળે પણ ચડી આવ્યાં છે એટલે તડકાને અભાવે દિવસે પણ રમણીય બની જશે.” (વિક્રમોર્વશીય, ૪-૩) ૧૦૯
આ લેક ધ્વન્યાલકમાં પણ નિપાતાની વ્યંજકતાના ઉદાહરણ તરીકે ઉતારે છે. ૩-૧૪.
અહીં બે ત છે, જેમની દુસહ દુઃખ ઉત્પન્ન કરવાની શક્તિ સમાન છે. પ્રિયાવિરહ અને વર્ષાકાળ. એ બંને એકી સાથે આવી પડ્યાં છે એવું જ શબ્દના બે વાર થયેલા પ્રયોગથી સમજાય છે. વિરહાગ્નિને બહેકાવતા દક્ષિણનિલના જેવું કામ એ પ્રગ કરે છે અને તેથી કેઈ અપૂર્વ વાક્યવકતા પ્રગટે છે. ઉપરાંત સું અને તુ એ બે શબ્દ પણ પ્રિયાવિરહ દૂર કરવાને કોઈ ઉપાય નથી એવું સૂચવે છે.
ત્રીજુ ઉદાહરણ–