________________
૨-૨૨, ૨૩]
વતિજીવિત ૧૫૧
સ્ત્રીલિંગી નામ જ સુંદર છે, એટલા માટે જેમાં બીજા લિંગ વાપરી શકાય એમ હોવા છતાં શોભા ઉત્પન્ન કરવા માટે સ્ત્રીલિંગને ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.
લિંગવૈચિત્ર્યવક્રતાને બીજે પ્રકાર એવે છે જેમાં અનેક લિગમાં વાપરી શકાય એ શબ્દ પણ સ્ત્રીલિંગમાં વાપર્યો હોય છે. એની પાછળ હેતુ સૌંદર્ય સિદ્ધ કરવાનું હોય છે. શા માટે? તે કે સ્ત્રીલિંગી નામ જ મનહર હોય છે, કારણ, રસાદિની સાથે તેને સંબંધ જોડવાનું સુગમ હોઈ કઈ નવું જ સૌંદર્ય પ્રગટે છે. ઉદાહરણ–
ગ્રીષ્મ ઋતુની ગરમીથી તપી ગયેલી, પીળી પડી ગયેલી, અને (ગુફા રૂપી) માંથી નીકળતી ગરમ હવાને લીધે હાલતાં લતાઓનાં પાંદડાંવાળી આ તટી અત્યંત તપી રહી છે, એટલે લાગે છે કે, થોડી જ વારમાં ચંદ્રમાની (શીતળતાની) કીતિને ટપી જનાર અને આખા ભુવનને વ્યાપી વળનાર કઈ મેઘ આવી રહ્યો છે.” ૭૯
આ લેકમાં તટ શબ્દ ત્રણે લિંગમાં વાપરી શકાય એ હોવા છતાં સૌંદર્યને કારણે સ્ત્રીલિંગમાં જ વાપર્યો છે. એને લીધે (તટરૂપ) નાયિકા પ્રત્યેના (મેઘરૂપી) નાયકના કોઈ વ્યવહારને સંબંધ જોડ સુગમ થયું છે અને તેથી એમાં નવું જ સૌંદર્ય ઉમેરાતાં એમાં વક્રતા પ્રગટી છે.
આ લિંગવૈચિત્ર્યવકતાને જ એક ત્રીજો પ્રકાર બતાવે છે–
૨૩
જ્યાં બીજુ હિંસ જી શકાય એમ હોય ત્યાં પણ સૌદય સાધવા માટે વાસ્યના ઔચિત્ય અનુસાર કેઈ ચેકસ લિંગને ઉપયોગ કરવામાં આવે તે આ વકતાને બીજો એક પ્રકાર ગણાય.