________________
૨–૧૮]
વાક્તિજીવિત ૧૪૩
આ શ્લેાક પહેલા ઉન્મેષમાં ઉદાહરણ ૫૧ તરીકે આવી ગયા છે. (પૃ. ૪૫), ત્યાં જોવા.
એની સમજૂતી પહેલાં અપાઈ ગઈ છે.
(૫) સંવ્રુતિ વક્રતાના પાંચમા પ્રકાર એવા છે, જેમાં પારકાની અનુભવસંવેદ્ય વસ્તુ વક્તા વર્ણવી શકે એમ નથી, એવું પ્રતિપાદન કરવા માટે તેને ઢાંકવામાં આવે છે. જેમ કે
“કામદેવ તથી કંઈક વિચારમાં પડી ગયા.” ૬૩
આ જ ઉન્મેષમાં ૫૮મા ઉદાહરણ તરીકે આ શ્લાક આવી ગયા છે (પૃ. ૧૪૧).
અહીં વ્યગ્યાર્થ એવા છે કે જેના પ્રતાપના મહિમા ત્રણે લાકમાં ફેલાયેલા છે તે કામદેવ પોતાની શક્તિ નિષ્ફળ જતાં વિષાદને લીધે પાતે જ અનુભવી શકે એવા કાઈક વિચારમાં પડી ગયા.
(૬) સંવ્રુતિવક્રતાના છઠ્ઠો પ્રકાર એવા છે, જેમાં કોઇ વસ્તુ સ્વભાવથી જ અથવા કવિવિવક્ષાથી કોઈ દોષયુક્ત હાર્દ મહાપાતકની પેઠે કહેવા જેવું નથી એવું સૂચવવા માટે તેને ઢાંકવામાં આવે છે. જેમ કે—
જો અમારા સેનાપતિએ પેાતાના તીક્ષ્ણ ખાણથી એને તરત જ મારી ન નાખ્યા હાત તેા એ દુર્રાન્ત પ્રાણીએ તારા જે હાલ કર્યાં હાત તે કહેવા મુશ્કેલ છે; તારા એવા હાલ ન થાઓ.” (કિરાતાર્જુનીય, ૧૩-૪૯) ૬૪ બીજું ઉદાહરણ—
“એ સખી, આ ખટુના હાઠ ફફડે છે, એ ફરી કઇક કહેવા ઇચ્છતા હાય એમ લાગે છે, એને રાક. (કારણ) જે મેટાની નિંદા કરે છે તે જ માત્ર પાપમાં નથી પડતા, જે તેનું સાંભળે છે તે પણ પાપમાં પડે છે.” (કુમારસંભવ, ૫–૮૩) ૬૫