________________
૧૩૬ વાક્તિજીવિત
[−૧૩, ૧૪
પણ ચિત્ત હરી લે છે.” (ગૌડવા, શ્લો. ૪૦૫; ધ્વન્યાલેાક, ૨–૧) ૪૭
અહીં મદમાતા હોવાપણું અને નિરહુ કારત્વ એ ચેતનના સામાન્ય ધર્મો અહીં ઉપચારથી વાદળામાં અને ચદ્રમાં આરેાપિત થયા છે.
આ ઉપચારવક્રતા સત્કવિઓનાં કાવ્યેામાં હજારો પ્રકારે સંભવે છે એટલે સહૃદયાએ જાતે સમજી લેવી. (કારિકામાં ઘણા દૂરના પત્તાની' એમ કહ્યું છે) તેથી થાડું અંતર હોય તેા આવા ઉપચારમાં વક્રતા છે એમ નથી કહેવાતું. જેમ કે નૌર્વાદિષ્ટ ‘વાહીક બળદ છે.’
એને અથ એ છે કે જ્યાં જ્યાં ગુણુસાદૃશ્યથી ઉપચાર એટલે કે ગૌણી લક્ષણા હોય ત્યાં ત્યાં ઉપચારવક્તા હોય એમ ન કહી શકાય. એમાં ચમત્કાર હાય તા જ ઉપચારવક્તા કહેવાય. જેમ જ્યાં જ્યાં બ્યંગ્યા હોય ત્યાં ત્યાં ધ્વનિકાવ્ય એમ ન કહેવાય, જ્યાં વ્યંગ્યા ચારુત્વયુક્ત ચમત્કારવાળા હાય ત્યાં જ ધ્વનિ કહેવાય તેમ.
આ એક ઉપચારવકતાનું બીજું સ્વરૂપ છે ‘જેને લીધે રૂપક વગેરે અલકારા સરસતાને પામે છે.’
રૂપક વગેરે બધા જ અલંકારોની શૈાભાના મૂળમાં આ ઉપચારવક્રતા રહેલી હેાય છે. અને એને લીધે એ અલકારાની શેાલા સરસતાને પામે છે એટલે કે આસ્વાદ્ય ચમત્કારક બને છે. આ કારિકામાં યજ્જૂ અને સરન્નોજ઼ેલા એ બે પદો સમાનાધિકરણમાં આવેલાં છે. સામાન્ય રીતે એવાં પદો વચ્ચે વિશેષણ વિશેષ્યભાવ હાય છે, પણ અહીં એ બે વચ્ચે કારણકા ભાવ છે. એટલે કે ઉપચારવકતા મૂળમાં હોવાને લીધે રૂપકાદિ અલકારા સરસતાને પામે છે, અર્થાત્ આસ્વાદ્ય બને છે. એ બધા અલકારોનું એ જ જીવાતુભૂત તત્ત્વ છે. જેમ કે—
अतिगुरवो राजमाषा न भक्ष्याः । “બહુભારે એવા અડદ ન ખાવા.” ૪૮