________________
૨-, ]
વકૅક્તિજીવિત ૧૨૧ આ લેકમાં “રાવણ શબ્દ એને વર તરીકે નાલાક ઠેરવે એવા રાવણની જગપ્રસિદ્ધ દુષ્ટતા સિવાયના કેઈ દેશનું સૂચન કરે છે, જેને લીધે ઉરચ કુળમાં જન્મ, વિદ્વત્તા, સદાચાર, પ્રભાવ, સંગસુખની સમૃદ્ધિ વગેરે વરમાં હોવા જોઈતા બધા ગુણોને છેદ ઊડી જાય છે.
આ જ પ્રકારમાં એટલે કે જેમાં વક્તા કેઈ બીજે હોય એ પ્રકારમાં કોઈ વિદ્યમાન ગુણના અતિશય ગર્ભિત અધ્યારોપ હોય એવું ઉદાહરણ–
“આ રામ પિતાના પરાક્રમને લીધે ત્રણે લેકમાં ભારે પ્રસિદ્ધિ પામેલા છે.” વગેરે. ૩૦
આ લેક પહેલા ઉન્મેષમાં ૪૩મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૪૧), એટલે ત્યાં જોઈ લે.
એમાં “રામ” શબ્દથી ત્રિભુવનમાં અજોડ અને રાવણને અનુચર પણ વિસ્મય પામે એવું અદ્દભુત શૌર્ય સૂચિત થાય છે.
આ રૂઢિચિશ્યકતાના, પ્રતીયમાન ધર્મો અનેક હોવાને કારણે, અનેક પ્રકારો સંભવે છે. તે જાતે જ સમજી લેવા. જેમ કે –
ગુરુદક્ષિણા માટે માગવા આવેલ કોઈ વેદને પારંગત રઘુ પાસેથી ઈચ્છા પૂરી ન થતાં કેઈ બીજા દાતા પાસે ગયે એ આજ સુધી ન આવેલે અપવાદ મારે માથે ન આવે.” (રઘુવંશ, પ-૨૪) ૩૧
આ શ્લેકમાં “રઘુ શબ્દથી ત્રણે લેકમાં અજોડ એવા ઔદાર્યને અતિરેક વ્યંજિત થાય છે. આ રૂઢિવચિત્ર્યવકતામાં ખૂબી એ છે કે શબ્દ સામાન્યમાત્રને બોધ કરાવવાનું છોડીને કવિને વિવક્ષિત વિશેષ અર્થને બંધ કરાવવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે અને એ રીતે અતિશય સૌંદર્ય પ્રગટ કરે છે.
સંજ્ઞા એટલે કે વિશેષ નામરૂપ શબ્દો તે અમુક ચોક્કસ વ્યક્તિને જ બંધ કરાવે છે, એટલે તેમાં કોઈ સામાન્ય વિશેષ