________________
૧૦૦ વક્તિજીવિત
[૧-૫૮
૫૮ આ ત્રણ માર્ગ, ઉત્કર્ષને પ્રાપ્ત કરવાને ઉત્સુક કેટલાક કવિઓએ વારંવાર ખેડેલા છે, એમાં કઈ ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરીને તેઓ પ્રસિદ્ધિને પામ્યા છે. હવે બધા કવિએ ત્રણ માર્ગ ઉપર જેને અનુસરીને ચાલશે તે સ્વૈરવિહારને લીધે રમણીય એ કઈ અલૌકિક સુંદર પદરચનાન કમ કહેવામાં આવે છે.
સુકુમાર વગેરે આ ત્રણ માર્ગો ઉપર કોઈક મહાકવિઓ જ, સામાન્ય કવિઓ નહિ, ઉત્કર્ષ પામવાની ઉત્કંઠાથી વારે વારે ચાલ્યા છે. એ માર્ગોમાં કોઈ લેકર ભૂમિકાને પ્રાપ્ત કરીને તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. હવે બધા કવિઓ જેને અનુસરીને આ ત્રણ માર્ગો ઉપર ચાલશે તે સ્વૈરવિહારને કારણે રમણીય લાગતે કેઈ અલૌકિક સુંદર પદરચનાને એટલે કે નામ અને ક્રિયાપદની ગોઠવણને ક્રમ વર્ણવવામાં આવે છે. કારિકામાં મ, વૈવિદ્દીર, વગેરે શબ્દ શ્લેષની છાયાપૂર્વક સમજવાના છે. શ્રી રાજાનક કુતક વિરચિત વકોક્તિજીવિત કાવ્યાલંકારમાં
પહેલે ઉમેષ પૂરે થયો.