________________
હ૪ વક્રોક્તિ જીવિત
[૧-૫૪ છે, જાણે બીજાં ઈશ્વરપાર્વતી ભેગાં ન થયાં હોય.” (તાપસવત્સરાજ, ૩-૮૪) ૧૧૫ બીજુ ઉદારણ
પર્વતની પાસે આ ઈન્દ્રની સેનાને પડાવ છે, એટલે પર્વતની બીજી બાજુએ તારી સેના પડાવ નાખે. કારણ,
એ વાત નક્કી છે કે તારા ઝાલ્યા ન રહે એવા હાથીઓ દેના હાથીઓની મદલેખાની સૌરભને સહી નથી શકતા.” ૧૧૬ ત્રીજું ઉદાહરણ
“હે નાગરાજ, આ મહેન્દ્ર પર્વતના વચલા ભાગની આસપાસ સખત ચૂડ ભેરવ; તે તે શિવના ગાભ્યાસ વખતે પર્યકબંધ (એક પ્રકારનું આસન) સહન કર્યો છે, તારી આગળ આના તે શા ભાર ?” (કાવ્યમીમાંસા, પૃ. ૮૮; સરસ્વતીકંઠાભરણ, પૃ. ૬૨) ૧૧૭
ઉપરનાં પહેલાં બે ઉદાહરણમાં અલંકારોને લીધે જ વણ્ય વસ્તુના ગુણેને પરિપષ થયે છે, જ્યારે ત્રીજા ઉદાહરણમાં સ્વાભાવિક મહાનતાના વર્ણનથી એ સધાયું છે. ઔચિત્યનું સ્વરૂપ જ બીજી રીતે વર્ણવે છે–
• ૫૪. જેમાં વકતા કે શ્રોતાના ભાતિશયયુક્ત સ્વભાવથી વાવસ્તુ હંકાઈ જાય તેને પણ ઔચિત્ય કહે છે. જેમ કે –
પાત્રે સમપી સઘળી સમૃદ્ધિ શરીર માત્રે જ ઊભેલ રાજન, આરણ્યકે સર્વ કણે લીધેલા નીવારના દંડ સમા દીસે છે.
-(રઘુવંશ, ૫-૧૫) ૧૧૮