SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રાદ્ધવિધિ ૨. ધમને શ્રેષી ધર્મ પાળી શકતો નથી, તેના માટે દાન્ત તરીકે શ્રી ભદ્રબાહુ સ્વામીનો ભાઈ વરાહમિહિર ધર્મનો દેશી હેવાથી પ્રતિબોધ ન પામતાં સંસારમાં ભા. ૩. મૂઢ-ગુરૂ વચનનો ભાવાર્થ જાણું શકતો નથી. આના ઉપર એક ગામડિયાના પુત્રનું લોકપ્રસિદ્ધ ઉદાહરણ છે–એક ગામડિયાનો પુત્ર હતો. તે ઘણેજ જડ હોવાથી સહજ વાત પણ કાંઈ સમજતો હતો. એક દિવસે રાજસેવાને અર્થે તેની માતાએ તેને શિખામણ આપી કે, “હે પુત્ર! દરબારમાં વિનય કરવો.” એણે પૂછયું, “વિનય તે શું?" માતાએ કહ્યું. “જુહાર કરે, નીચું જોઈ ચાલવું અને ૩ ધર્મષી ધર્મ પાળી શકતું નથી તે ઉપર વરાહમિહિરની સ્થા ભદ્રબાહુ અને વરાહમિહિર બને જ્ઞાતિએ બ્રાહ્મણ અને સગા ભાઈ હતા. વૈરાગ્ય પામી અને જણાએ શ્રી યશોભદ્રસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. ગુણી અને યોગ્ય માની યશોભદ્રસૂરિ મહારાજે ભદ્રબાહુ સ્વામીને પોતાના પટ્ટધર સ્થાપ્યા આ કારણથી અને ચારિત્રના ભગ્ન પરિણામથી વરાહમિહિર ચારિત્રનો ત્યાગ કરી જૈનધર્મને કેવી થયો. દીક્ષા છોડયા બાદ જ્યોતિષશાસ્ત્રથી પિતાને નિર્વાહ કરવા લાગ્યો તેમાં તેણે સારી પ્રસિદ્ધિ મેળવી અને વરાહમિહિરસંહિતા જેવા જ્યોતિષ ગ્રંથ પણ રચ્યા. એકદા રાજાને ત્યાં પુત્ર જન્મે બધા આશીર્વાદ આપવા ગયા વરાહમિહિર પણ ગયે. ભદ્રબાહુસ્વામિએ સાધુ આચારને ઉચિત ન હોવાથી તેમ ન કર્યું. વરાહમિહિરને જૈનધર્મને દ્વેષ હેવાથી જેન આચાર્ય ભદ્રબાહુની નિંદા દ્વારા તેણે રાજાના કાન ભંભેર્યા અને કહ્યું કે જેન સાધુઓ વ્યવહારશૂન્ય છે. ભદ્રબાહુસ્વામિએ જણાવ્યું કે કેઈનું મરણું કહેવું વ્યાજબી નથી પણ જ્યારે બેટી રીતે જૈનધર્મની નિંદા થાય છે તો કહું છું કે “રાજકુમારનું આયુષ્ય અલ્પ છે અને તે બિલાડીથી મૃત્યુ પામશે તેમ તેનું પ્રબળ હેવાથી ખોટા આશીર્વાદ આપી જુઠા બનવું તે વ્યાજબી નથી માટે આવ્યા નથી.” બન્યું પણ એમજ કે રાજાએ ઘણા પ્રયત્નથી બિલાડી દ્વારા રક્ષા કર્યા છતાં લોહમય બીલાડીથી આચાર્યે કહેલ સમયે રાજકુમારનું મૃત્યુ થયું. આ ઉપરાંત બીજી પણ વરાહમિહિરના જ્યોતિષના જ્ઞાનમાં ખલના બતાવી. આથી તે વધુ જૈનધર્મઢેલી થશે અને અંતે મરી વ્યંતર થઈ સંઘમાં તેણે મરકીને ઉપદ્રવ કર્યો અને તે ઉપદ્રવને શ્રી ભદ્રબાહુ સ્વામિએ “ઉવસગ્ગહર” બનાવી શાંત કર્યો. આ રીતે વરાહમિહિરની પેઠે ધર્મથી ધર્મ પામી શકતા નથી,
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy